તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:દોલતપરામાં જાહેરમાં જુગાર રમવાની ના પાડતા બબાલ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જન્માષ્ટમીના તહેવારની લઇ શણગાર કરવા જતા બનાવ બન્યો
  • માર મારનાર સામે પગલાં લેવા એસપીને રજૂઆત

શહેરના દોલતપરામાં જાહેરમાં જુગાર રમવાની ના પાડતા કેટલા લોકોએ માર મારી જાતિ વિરૂદ્ધ અપમાનિત કરતા આ મામલે એસપીને રજૂઆત કરાઇ છે. આ અંગે જયેશભાઇ ખાણીયા અને વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અશોકભાઇ ચાવડાની આગેવાનીમાં દોલતપરાના લોકોએ એસપી રવિતેજા વાસમ શેટ્ટીને આવેદન આપ્યું છે.

આવેદનમાં જણાવાયું છે કે, મસ્તરામ ગરબી ચોકમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીને લઇ આયોજક જયેશભાઇ ખાણીયા અને ટીમના સભ્યો ત્યાં ગયા હતા ત્યારે કેટલાક લોકો જાહેરમાં જુગાર રમતા હતા. ત્યારે આયોજક અને ટીમ દ્વારા શુટીંગ ઉતારતા 8 થી 10 શખ્સોએ આયોજકને માર માર્યો હતો તેમજ છરી બતાવી જાતિ વિરૂદ્ધ અપમાની કર્યા હતા. ત્યારે આવા શખ્સો સામે એટ્રોસીટી દાખલ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...