તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા કૃષિ બિલને લઇને ભારે બબાલ થઇ રહી છે. આ બિલ ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ સાથે છેલ્લા 11 દિવસથી દિલ્હીમાં ધામા નાંખી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હવે આ આંદોલનની દેશભરમાં અસર ઉભી થાય તે માટે ઓલ ઇન્ડીયા ખેડૂત સંઘર્ષ સમિતીએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. દરમિયાન આ બંધને લઇને જૂનાગઢ શહેરમાં અનેક સંસ્થાઓ વચ્ચે ભારે અનિશ્વિતતા જોવા મળી રહી છે.
બંધમાં જોડાવું કે નહી?! તેને લઇને ભારે અવઢવમાં છે. દરમિયાન જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ નટવરલાલ પોંકીયાએ તમામ વેપારી સંગઠનો, ધંધાર્થીઓ તેમજ વિવિધ સંસ્થાઓને બંધમાં જોડાવા અપીલ કરી છે. બીજી તરફ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના સત્તાધિશોએ બંધના એલાનને ફગાવી લઇ મંગળવારે પણ રાબેતા મુજબ યાર્ડ શરૂ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે બીજી સંસ્થાઓ પણ આ મુદ્દે સ્પષ્ટ નિર્ણય કરી શકી નથી.
પરંતુ તમામ સંસ્થાઓને પોતાના નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપી છે જેથી તેઓ પોતાની વિવેક બુદ્ધિ મુજબ નિર્ણય લઇ શકે. આમ, મંગળવારના ભારત બંધને સફળ બનાવવા કોંગ્રેસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે કેટલા સફળ થાય છે તે તો મંગળવારે જ જાણવા મળશે.
અપીલ કરી નથી, સ્વૈચ્છિક જોડાવું હોય તે જોડાઇ શકે
દરમિયાન બંધને લઇને જૂનાગઢના દાણાપીઠના વેપારીઓનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, ભારત બંધ અંગે દિલ્હીથી અપીલ કરાઇ છે. જ્યારે જૂનાગઢની કોઇ સ્થાનિક ખેડૂત સંસ્થા, સંગઠન દ્વારા બંધમાં જોડાવા અપીલ કરાઇ નથી કે બંધમાં જોડાવા માટે ટેકો આપવા પણ જણાવાયું નથી. કોંગ્રેસે કહ્યું છે પરંતુ તે તો રાજકીય પક્ષ છે. ત્યારે હવે જેને સ્વૈચ્છિક જોડાવું હોય તે જોડાઇ શકે છે. જ્યારે દાણાપીઠ બંધ રહેશે કે ખુલ્લી તે તો કાલનો માહોલ જોયા બાદ નક્કી થઇ શકશે.
જૂનાગઢના ધારાસભ્યની અપીલ
દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ ભારત બંધના એલાનને પોતાનો ટેકો જાહેર કર્યો છે. સાથે ખેડૂતો, વેપારીઓ તેમજ શહેરીજનોને પણ પોતાના ધંધા, રોજગાર બંધ રાખી ખેડૂતોના હિતમાં બંધમાં જોડાવા અપીલ કરી છે.
જૂનાગઢ યાર્ડ રાબેતા મુજબ શરૂ : ચેરમેન
ભારત બંધનું એલાન અપાયું છે તેમાં યાર્ડ જોડાશે નહી. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ 8 ડિસેમ્બરે પણ દરરોજની જેમ રાબેતા મુજબ ચાલુ રહેશે તેની તમામ વેપારી, ખેડૂતોને નોંધ લેવા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલે અનુરોધ કર્યો છે.
સ્વતંત્ર રીતે નિર્ણય લે: ચેમ્બર
આવતીકાલ 8 ડિસેમ્બરના ભારત બંધનું અેલાન આપવામાં આવ્યું છે.આ એલાન બાબતે વિવિધ સંગઠનો, તેમજ રાજકીય પક્ષો અને ધારાસભ્ય દ્વારા બંધ પાળવા અપીલ કરાઇ છે. આપણી પરંપરા મુજબ દરેક એસોસિએશન પોતાની અનુકૂળતા મુજબ આ બાબતે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. - સંજય પુરોહિત, ચેમ્બર ઓફ કોમર્સના જોઇન્ટ સેક્રેટરી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.