તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:જિલ્લા કક્ષાના શિક્ષકોને 15,000 અને તાલુકા કક્ષાના શિક્ષકોને 5,000નો પુુરસ્કાર એનાયત

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો, જુદી જુદી શાળાના 6 છાત્રોનું પણ સન્માન કરાયું

જૂનાગઢ સ્થિત આર. જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા કક્ષાના 2 અને તાલુકા કક્ષાના 4 મળી કુલ 6 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું. સાથે પ્રતિભાવંત 6 વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોમાં ઉમરાળી પ્રાથમિક શાળાના શિક્ષક અમીતભાઇ વાછાણીનું અને શાપુર પે સેન્ટર શાળાના શિક્ષક કૃણાલભાઇ મારવાણીયાનું સન્માન કરાયું હતું. આ તકે બન્ને શિક્ષકોને પંદર, પંદર હજારનો પુરસ્કાર,શાલ અને સન્માન પત્ર એનાયત કરાયા હતા.

જ્યારે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોમાં મંડલીકપુર પ્રાથમિક શાળાના તુષારભાઇ પંડ્યા, કન્યા શાળા નંબર 4 ના હિન્શુ મિન્ટુબેન, સાકરોળા પ્રાથમિક શાળાના દિપ્તીબેન વ્યાસ અને તાલુકા પ્રાથમિક શાળા બંટીયાના શિલ્પાબેન મકવાણા મળી કુલ 4 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું.

આ ચારેય શિક્ષકોને પાંચ, પાંચ હજારની રાશી,શાલ અને સન્માન પત્ર એનાયત કરાયા હતા. જ્યારે પ્રતિભાવંત વિદ્યાર્થીઓમાં ભીયાળ પ્રાથમિક શાળાના રાશી પ્રફુલભાઇ અને હેતવી મુકેશભાઇ અભાંગી, પ્રાથમિક શાળા કેરાળાના ધારાબેન મગનભાઇ ડાકી, કાથરોટા પ્રાથમિક શાળાના કૃષિતાબેન ઉછડીયા, રામકૃષ્ણ પ્રાથમિક શાળા કેરાળાના નીરાલીબેન રાણાભાઇ બગીયા અને સુખપુર પ્રાથમિક શાળાના તન્વીબેન હિરપરાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...