ઘાત ટળી:સોરઠમાં કમોસમી વરસાદ નહીં પડે, ઠંડી વધશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંગાળની ખાડીમાં ચક્રવાતના કારણે અરબી સમુદ્રમાં સીસ્ટમ બનવાની હતી, જે ન બની

સોરઠ પંથકમાં રવિ પાકમાં ધાણા, જીરૂ, ચણા, ઘઉં સહિતના પાકનું વાવેતર થયું છે. જો કે, શિયાળાની સીઝનમાં જ માવઠાની આગાહી વ્યકત કરવામાં આવી હતી. જો કે, ખેડૂતો માટે એક રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. હાલની સ્થિતી મુજબ સોરઠ પંથકમાં માવઠાની કોઈ જ શક્યતા દેખાતી નથી. બે દિવસ ઠંડીમાં વધારો થશે.

આ અંગે જૂનાગઢ કૃષિ યુનિ. હવામાન વિભાગનાં ધિમંત વઘાસીયાએ કહ્યું હતું કે, બંગાળમાં જે ચક્રવાત બન્યો હતો તેમની અસર હેઠળ અરબી સમુદ્રમાં એક લો પ્રેસર સીસ્ટમનો ઉદભવ થઈ શકવાની શક્યતા હતી. જો કે, કોઈ સીસ્ટમ બની નથી. જેથી માવઠુ થવાની શક્યતા નહીવત ગણી શકાય છે. અત્રે નોંધનીય એ છે કે, જો કમોસમી વરસાદ પડે તો આંબાવાડીઓમાં પણ નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...