તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યકક્ષાની ઉજવણી:15 ઓગસ્ટે 28 ડોગનો 5 મિનીટનો ડોગ શો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગ્સ માફિયા,આતંકવાદીઓને શરણાગતિ સ્વિકારવા મજબૂર કરતા ડોગ

15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થવાની છે. આ ઉજવણી પ્રસંગે 5 મિનીટનો ડોગ શો પણ યોજાવાનો છે. આ ડોગ શોમાં કુલ 28 ડોગ ભાગ લેશે જેનું હાલ રિહર્સલ ચાલી રહ્યું છે.

ડોગ સ્ક્વોર્ડમાં શામિલ ડોગ અંગેની માહિતી આપતા ડોગ સ્ક્વોર્ડના પીએસઆઇ દિગ્વિજયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ માટે પડકારરૂપ બનેલા ગુનાઓ ઉકેલવામાં ડોગ સ્ક્વોર્ડની મહત્વની ભૂમિકા રહી છે. ગુનેગારો, ડ્રગ્સ માફિયા અને આતંકવાદીઓ વધુને વધુ શાતિર બનતા જાય છે. તેમ છત્તાં ડોગ સ્ક્વોર્ડના ડોગ પાસે ભલભલાને શરણાગતિ સ્વિકારવી પડે છે! ગુજરાત પોલીસમાં 158 ડોગનું સ્ટ્રેન્થ છે તેની સામે 104 ડોગ છે. ખાસ કરીને જર્મન શેફર્ડ, ડોબરમેન, લેબ્રાડોર અને બ્યુગલનો વધુ ઉપયોગ કરાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રિય સુરક્ષામાં જેનો ઉપયોગ થાય છે તે બેલ્જીયમ શેફર્ડ મિલેનિયમનો પણ ગુજરાત પોલીસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આવા ડોગ 3 માસના થાય ત્યારે ખરીદાય છે અને 6 માસના થાય ત્યારે સિદ્ધપુર ઘોઘા ખાતે તાલીમ અપાય છે.

કેવી તાલીમ અપાય છે ?
ખાસ કરીને સ્નીફર ડોગને એક્સપોઝરની, ટ્રેકર ડોગને ચોરી, લુંટ,ધાડની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત નાર્કો ટેસ્ટ જેમાં અફિણ, ગાંજો,ચરસ, હેરોઇન, કોકેઇનને સુંઘીને શોધી કાઢે તેવી તાલીમ અપાય છે.

કેવી કામગીરી કરે છે ?
મહત્વના તમામ ગુના જેવાકે અક્ષરધામ હુમલો, બોમ્બ બ્લાસ્ટ, રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર બોમ્બની અફવાઓની તપાસ તેમજ વીવીઆઇપીની સુરક્ષામાં મહત્વનો રોલ હોય છે.

શું ખોરાક અપાય છે ?
આવા ડોગને વેટરનરી ડોકટર દ્વારા નક્કી કરાયેલા ચાર્ટ મુજબ સવારે નાસ્તામાં દૂધ અને ઇંડા, સાંજે માંસ અને લીલા શાકભાજી આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...