જૂનાગઢના પ્રવાસે પાટીલ:સાવજ ડેરી અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં હાજરી આપી

જૂનાગઢએક મહિનો પહેલા
  • સી.આર. પાટીલે જિલ્લા સહકારી બેંક તેમજ સાવજ ડેરીની કામગીરીને બિરદાવી

વિધાનસભાની ચૂંટણીની તૈયારી જ્યારે જોરશોરથી શરૂ થઈ ગઈ છે ત્યારે ભાજપ પોતાની રણનીતિ માટે હંમેશાં મોખરે રહ્યું છે. ભાજપનું પ્રદેશ સુકાન સંભાળનાર સી.આર પાટીલ ગુજરાતનો એક પણ એવો ખૂણો બાકી નથી રહેવા દેવા માગતા કે જ્યાં વિધાનસભામાં ભાજપ કોઈપણ પ્રકારની કચાસ કરે અને તેવા દ્રઢ નિશ્ચય અને સંગઠનની પ્રાણવાચક ભૂમિકા ભજવવા માટે સી આર પાટીલ જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા.ત્યારે રાજકીય નેતાઓની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જૂનાગઢ આવી પહોંચીને જિલ્લા સહકારી બેંકની સાધારણ સભા માટે હાજરી આપી હતી..

ઉપરાંત કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા સાવજ ડેરી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભામાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને બંનેની કામગીરીથી તેઓએ પ્રશંસા વ્યક્ત કરી હતી. પાટીલ સાથે જિલ્લા સહકારી ડેરીના આગેવાનો તેમજ સહકારી બેંકના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ જિલ્લા કો-ઓપરેટિવ બેંક અને સાવજ ડેરી જૂનાગઢ સામાન્ય સભાના કાર્યક્રમમાં બેંક સાથે બેથી અઢી લાખ સભાસદો જોડાયેલા છે.10 કરોડ 39 લાખ ડિપોઝિટ છે. ત્યારે 32 કરોડ જેટલી રકમનો પ્રોફિટ થયો છે. માટે સી.આર. પાટીલે હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ડેરીના જૂના સ્થાપકો તેમજ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. જૂનાગઢ સાવજ ડેરી દ્વારા રોજની 1.5 લાખ લિટર જેટલા દૂધની આવક શરૂ કરી છે તે પણ ધન્યવાદને પાત્ર છે. આ દૂધની આવકથી જૂનાગઢ પંથકના નાનામાં નાના ગામડાના માલધારીઓ ખેડૂતો અને દૂધ ઉત્પાદન સાથે જોડાયેલી બહેનોને આર્થિક રીતે ખૂબ મદદ મળી છે. હાલ જ્યારે પશુપાલનને વધુ મહત્ત્વ અપાઇ રહ્યું છે ત્યારે દૂધની આવક પણ દિવસે ને દિવસે બમણી થઈ રહી છે. જેથી દૂધ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારો પોતાનાં બાળકોને સારું શિક્ષણ આપી શકે છે તેમજ પોતાના બીજા ધંધા રોજગારીની પણ તક મેળવી શકે છે જેથી સી આર પાટીલે જણાવ્યું હતું કે દૂધ ક્રાંતિ દિવસે ને દિવસે જૂનાગઢ પંથકમાં પણ આગળ વધી રહી છે....

ટૂંક સમયમાં ડેરી અને જિલ્લા બેંકે જે કામગીરી હાથ ધરી અને નફો કરતી થઈ ગઈ છે અને રોકાણકારોને પણ સારું ડિવિડન્ડ આપવાનું જે વચન આપ્યું છે તે કરી બતાવ્યું છે તે બદલ તેઓએ હોદ્દેદારોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી..

અન્ય સમાચારો પણ છે...