તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પરીક્ષાના સાતમા દિવસે 96.66 ટકા છાત્રોની હાજરી

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષા
  • પરીક્ષા દરમિયાન એક કોપી કેસ નોંધાયો

શહેરની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાના 7માં દિવસે 96.66 ટકા છાત્રોની હાજરી રહેવા પામી હતી, જ્યારે 1 કોપી કેસ નોંધાયો હતો. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સરકારની ગાઇડ લાઇન મુજબ યુજી સેમેસ્ટર 5(પૂરક) તેમજ બીએડ સેમેસ્ટર 4ની ઓફલાઇન પરીક્ષાના સાતમાં દિવસે કુલ બે સેશનમાં પરીક્ષા યોજાઇ હતી.

આ પરીક્ષામાં 3,380 માંથી 113 છાત્રો ગેરહાજર રહ્યા હતા. આમ, 96.66 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. પરીક્ષાના 7માં દિવસે કોડીનાર ખાતે બીએ અંગ્રેજી વિષયમાં એક કોપી કેસ નોંધાયો હતો. દરમિયાન પરીક્ષા ચોરીના દૂષણને અટકાવવા સીસીટીવી કેમેરા દ્વારા તેમજ વિવિધ સ્ક્વોડ દ્વારા મોનીટરીંગ કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...