સાસરિયા સામે ફરિયાદ:વંથલીના કાજલીયાળા ગામમાં પિયરમાં આવેલી પરિણીતાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ અને સાસુ-સસરા સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢના વંથલી તાલુકાના કાજલીયાળા ગામમાં પિયરમાં રહેતી પરિણીતાએ સાસરિયાના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. પરિણીતાએ પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા જશવંતભાઈ જયસુખભાઇ ચુડાસમા સાથે વંથલીના કાજલીયાળા ગામની ભૂમિબેન (ઉ.વ.24) ના થોડા મહિનાઓ પૂર્વે લગ્ન થયા હતા. લગ્ન બાદ અવારનવાર પતિ જશવંત, સાસુ અને સસરા દ્વારા ભૂમિબેનને અવારનવાર મેણા-ટોણા મારીને માર મારવામાં આવતો હતો. અને શારિરીક માનસિક ત્રાસ આપતા હતા.

સાસરિયાઓના ત્રાસથી કંટાળી ભૂમિબેન પોતાના માવતરે રહેતા હતા અહીં કંટાળી ઘરે એકલી હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતી. ત્યારબાદ તેણે પોતાના સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ વંથલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...