યુ-ટ્યુબ પર વીડિયો જોઈ લૂંટનો પ્લાન ઘડ્યો:તાલાલા ગીર નજીક હાઈવે પર ખેડૂતની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ, બંને લૂંટારું ગણતરીની કલાકોમાં ઝડપાયા

ગીર સોમનાથ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંકમાંથી રોકડ ઉપાડી બાઇક ઉપર પરત ઘરે જઇ રહેલ ખેડૂતનો રસ્‍તામાં રોકી બે લૂંટારૂઓએ પ્રયાસ કરેલ ત્‍યારે સામો પ્રતિકાર કરતા લૂંટ નિષ્‍ફળ ગયેલ

ગીર સોમનાથના તાલાલા ગીરથી જેપુર ગીર જવાના મુખ્‍ય માર્ગ પર ગઇકાલે બપોરના સમયે બેંકમાંથી 2.26 લાખની રકમ ઉપાડી જઇ રહેલ ખેડૂતની આંખમાં મરચુ છાંટી રકમ લૂંટવાનો પ્રયાસ થયેલ ત્‍યારે પ્રતિકાર થતા લૂંટારુઓ રકમ લીઘા વગર ડરના માર્યા નાસી છુટયા હતા. જો કે ઘટનાને ગંભીરતાથી લઇ પોલીસની જુદી-જુદી ટીમોએ તપાસ હાથ ઘરી ગણતરીના કલાકોમાં લૂંટનું કાવતરૂ રચી અંજામ આપનાર બંન્‍ને શખ્‍સોને ટેકનીકલ સર્વેલન્‍સની માહિતીના આઘારે તાલાલામાંથી જ ઝડપી લીઘા હતા. બંન્‍ને શખ્‍સોએ યુ-ટયુબ ઉપર બેંક લૂંટના વીડિયો નિહાળી લૂંટને અંજામ આપવાનું નકકી કર્યુ હોવાની પોલીસ તપાસમાં સામે આવતા અઘિકારીઓ ચોકી ગયા હતા.

હાલના સમયમાં વઘી રહેલા મોબાઇલ ઉપયોગના લીઘે યુવકો આડી અવડી લાઇન તરફ ચડી જતા વારંવાર સામે આવતા અનેક કીસ્‍સામાંથી જોવા-જાણવા મળે છે. ત્‍યારે આવી જ વઘુ એક ઘટના તાલાલા ગીર પંથકમાંથી ગઇકાલે બની હતી. જે અંગે માહિતી આપતા એલસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણએ જણાવેલ કે, માળીયાહાટીનાના લાડુડી ગામે રહેતા ખેડૂત વૃજલાલ લક્ષમણભાઇ ખેર તાલાલા ગામમાં એસબીઆઇ બેંકમાં કામકાજ અર્થે આવી રોકડ રકમ રૂ.2.26 લાખ ઉપાડી થેલામાં લઇ પરત બપોરના સમયે એકલા મોટર સાયકલ ઉપર ઘરે જતા હતા. એ સમયે રસ્‍તામાં જેપુર ગીર ગામ નજીક પહોંચેલ ત્‍યારે બાઇક ઉપર બે અજાણ્‍યા યુવાનોએ ઘસી આવી લૂંટ કરવાના ઇરાદે ખેડૂત લક્ષમણભાઇની સામે લાલ મરચાની ભુંકી ઉડાડી આંખમાં નાંખવાનો પ્રયાસ કરી ઝપાઝપી કરવા લાગેલ હતા. જેથી ખેડૂતએ સામો પ્રતિકાર કરી રાડારાડ કરવા રસ્‍તા પરથી રાહદારીઓ ઉભા રહેવા લાગતા બંન્‍ને લૂંટારુ યુવકો નાસી ગયા હતા. આ ઘટના અંગે ખેડૂતએ તાલાલા પોલીસને જણાવી ફરિયાદ કરી હતી.

આ ઘટનાને ગંભીરતાથી લઇ જીલ્‍લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ એલસીબીના નરેન્‍દ્ર પટાટ, રામદેવસિંહ, નરેન્‍દ્ર કછોટ, ભુપેન્‍દ્રસિંહ ચાવડા અને તાલાલા પોલીસની ટીમએ લૂંટારૂઓને ઝડપવા કામે લગાડી હતી. દરમ્‍યાન ટેકનીકલ સર્વેલન્‍સની માહિતી તથા સીસીટીવી ફુટેજોની જીણવતભરી તપાસ કરતા મહત્‍વની માહિતી મળી હતી. જેના ખરાઇ કરાવતા બાતમીદારો પાસેથી લૂંટમાં સામેલ યુવકોની માહિતી મળી હતી. જેના આઘારે તાલાલા શહેરમાંથી અકરમ રફીક દોમાન (ઉ.વ.20) તથા ફરીદ ઉર્ફે દાદા યુસુફ ભાલીયા (ઉ.વ.19) બંન્‍ને રહે.સીદીવાડા, તાલાલા વાળાને ઝડપી લીઘા હતા.

બંન્‍ને લૂંટારુઓની પુછપરછ હાથ ઘરતા તેઓએ પ્રથમ ખેડૂતની બેંકમાં રેકી કર્યા બાદ પીછો કરી પાછળ જઇ રહેલ હતા. રસ્‍તામાં સુમસામ જોવા મળેલ ત્‍યારે ખેડૂતની સાઇડ કાપી મરચાની ભુંકી છાંટી રોકડ રકમ ભરેલ થેલો લૂંટવાનો પ્રયાસ કરેલ હતો. જો કે ખેડૂતના પ્રતિકારથી ગભરાઇને બંન્‍ને નાસી ગયા હતા. આ લૂંટનું કાવતરૂ યુ-ટયુબમાં બેંક લૂંટના વીડિયો જોઇને બનાવ્‍યો હોવાની કબુલાત કરી હતી. આ બંન્‍ને આરોપીઓ સામે આગળની કાર્યવાહી માટે તાલાલા પોલીસને સોપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...