તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજૂર:ખાંભામાં સિંહના શિકારના પ્રયાસ મામલે ઝડપાયેલા 9 આરોપીઓના જામીન નામંજૂર, જંગલમાં ફાંસલા ગોઠવી કર્યો હતો શિકારનો પ્રયાસ

વેરાવળ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફાંસલાના કારણે એક સિંહબાળને ઈજા પહોંચી હતી
 • સરકારી વકીલની રજૂઆત બાદ જામીન અરજી નામંજૂર

ગીર સોમનાથ જિલ્લાની ખાંભા રેન્જમાં ફાંસલા રાખી સિંહના શિકારનો પ્રયાસ કરનાર ટોળકીના સભ્યોએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર કરવામા આવી છે. જીલ્લા સરકારી વકીલની દલીલોના આધારે તમામ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવેલ છે.

ગીર-સોમનાથ જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, ખાંભા રેન્જમાંથી વન વિભાગના આર.એફ.ઓ. ગળચર, રતનપરા, એ.સી.એફ. દક્ષાબેન ભારાઇ સહીતના સ્ટાફે જંગલ વિસ્તારમાં ફાસલા ગોઠવી વન્ય પ્રાણીઓનો શિકાર કરી તેના શરીરના અંગોનું વેચાણ, વપરાશ કરતી ટોળકીને આજથી થોડા દિવસો પહેલા જ ઝડપેલ છે. જે આરોપીઓ પૈકીના (૧) મણીબેન હબીબ પરમાર (ર) અસ્માલ સમસેર પરમાર (૩) રાજેશ મનસુખ પરમાર (૪) મનસુખ ગુલાબ પરમાર (પ) સમસેર ગુલાબ પરમાર (૬) માનસીંગ ગની પરમાર (૭) અરવિંદ ગની પરમાર (૮) નુરજહા મનસુખ પરમાર અને (૯) ભીખા સમસેર પરમારે જામીન મેળવવા માટે પ્રિન્સીપાલ ડ્રીસ્ટીક એન્ડ સેસન્સ કોર્ટના જજ શ્રી વિષ્ણુપ્રસાદ ગીરજાશંકર ત્રીવેદી સમક્ષ અરજી કરેલ જે અનુસંધાને દલીલો થયેલ જેમાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ આરોપીઓને જામીન મુકત કરવામાં આવે તો સમાજમાં તેના અવળા પ્રત્યાઘાતો પડે અને ખોટો મેસેજ જાય તેમજ વન્ય પ્રાણીઓનું જીવન જોખમમાં આવે તેવી દલીલોને માન્ય રાખી તમામ નવ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે.

ઉપરોકત ઝડપાયેલા આરોપીઓની અન્ય ગુન્હાઓમાં સંડોવણી અને આંતર રાજય ગેંગ સામેલ હોવાનું જણાતા સુત્રાપાડા કોર્ટમાંથી રીમાન્ડ મેળવેલ હતા અને રીમાન્ડ પૂર્ણ થતા જામીન મેળવવા કરાયેલ અરજી જયુ. મેજી. સુત્રાપાડા એ ના મંજૂર કરતા તમામ આરોપીઓએ સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. આ કેસમાં સરકારી વકીલ કેતનસિંહ વાળા જણાવેલ કે, આર્થિક ઉપાજનની લાલચમાં ફસાઇને ગીર અભ્યારણની આસપાસ વસતા લોકો પશુ પક્ષીઓની તસ્કરી કરી અંધશ્રધ્ધાથી પ્રેરાઇને તાંત્રીક હેતુઓ માટે વેચતા હોવાની અને આવા કિસ્સામાં અતિ કઠોળ અભિગમ અપનાવી ઉગતા ડામી દેવામાં ન આવે તો ગીર ની કુદરતી સંપદા અને પ્રાણીઓનું રક્ષણ થઇ શકે નહીં તેના આધારે જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો