હુમલો:ખેતરમાં ટ્રેકટર ચલાવવાની ના પાડતાં યુવાન પર હુમલો

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ તાલુકાનાં રંગપુર ગામનો બનાવ
  • ​​​​​​​ઝઘડામાં મહિલા વચ્ચે પડતાં તેમને પણ માર માર્યો, 2 શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

કેશોદ તાલુકાના રંગપુર ગામે રહેતાં એક યુવાને ખેતરમાં ટ્રેકટર ચલાવવાની ના પાડતાં બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો અને માર મારવામાં આવ્યો હતો આ સમયે મહિલા વચ્ચે પડતાં તેમને પણ માર મારવામાં આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને 2 શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,કેશોદ પંથકના રંગપુર ગામે રહેતાં વિજયભાઈ રામભાઈ બાબરીયાએ કેશોદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ,વિજયભાઈ અને સ્નેહાબેન પોતાના ખેતરમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે રામ દાનાભાઈ બાબરીયાએ વિજયભાઈને ખેતરમાંથી ટ્રેકટર ચલાવવાનું કહેતાં વિજયભાઈએ ના પાડી હતી જેથી સુખદેવ રામભાઈ બાબરીયા એકદમ ઉશ્કેરાય ગયો હતો અને ગાળો ભાંડી ઝપાઝપી કરી હતી તેમજ સુખદેવે ઢીકાપાટુનો માર માર્યો હતો એ સમયે સ્નેહાબેન વચ્ચે પડતાં તેમને પણ મુઢમાર મારવામાં આવ્યો હોય આ બંન્ને શખ્સ વિરૂદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...