તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:આખામાં પોલીસ ફરિયાદના મનદુઃખમાં યુવાન પર હુમલો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમે અમારૂ કઈ નહીં બગાડી શકો કહી ધમકી

વંથલી પંથકના આખા ગામે પોલીસ ફરિયાદના મનદુઃખને લઈ યુવાન પર લાકડી વડે હુમલો કર્યો હતો.અને ગાળોભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વંથલીના આખા ગામે રહેતાં વિપુલભાઈ સોલંકીના પિતા જલુભાઈ ઈકબાલ અલારખા પલેજાને ગાયનું રાઢવું આપવા ગયા હોય ત્યારે કોઈ બાબતને લઈ તેમને ગાળો ભાંડવામાં આવી હતી.જેથી જલુભાઈ પોલીસ ફરિયાદ કરવા ગયા હતા.જે બાબતનું મનદુઃખ ચાલતું હતું.અને વિપુલ જ્યારે ગામમાં માવો ખાવા ગયો ત્યારે યુનુસ અલારખા પલેજા, ગુલમહમદ પલેજા, મહંમદ પલેજા, અફજલે કહ્યું હતું કે તારા પિતા મારા ભાઈ વિરૂદ્ધ ફરિયાદ કરવા ગયા હતા.તમે અમારૂ કઈ નહીં બગાડી શકો બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ અફજલે લાકડી વડે હુમલો કર્યો હતો.જેથી 5 વિરૂદ્ધ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો