ક્રાઇમ:નરેડી પાસે બોલેરોને ઠોકર મારતાં એસટીનાં ડ્રાઇવર ઉપર હુમલો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઇવર ખેતરમાં સંતાતાં ત્યાંથી શોધી માર માર્યો

બાંટવાથી કેશોદ જતી એસટી બસે નરેડી ગામ પાસે આગળ જતી એક બોલેરોને ટક્કર મારી હતી. આથી તેના ડ્રાઇવર અને સાથેના સુરેશભાઇ ડાયાભાઇ પરમારને ઇજા પહોંચી હતી. એસટી ડ્રાઇવર ભગવતસિંહ રામભાઇ બાબરિયા અને કંડકટર હરેશભાઇ ભીખુભાઇ વાળા નીચે ઉતર્યા હતા. અને બોલેરો પાસે ગયા. જોકે, એ દરમ્યાન ઘણા લોકો એકઠા થઇ ગયા હતા. લોકોને ઉશ્કેરાયેલા જોઇ ડ્રાઇવર પાસેના ખેતરમાં જઇને સંતાઇ ગયા હતા. આથી પાછળથી કેટલાક લોકો તેને શોધી લાવ્યા હતા. અને માર માર્યો હતો.

બાદમાં તેને નરેડી ખાતે લાવી ત્યાં પણ માર મારતાં બાંટવા તરફ જતી એસટી બસના કંડકટર અને ડ્રાઇવરે તેમને છોડાવી બસમાં લીધા હતા. અને 108 ને ફોન કરી બાદમાં સારવાર માટે વંથલી સરકારી દવાખાને ખસેડ્યા હતા. દરમ્યાન બોલેરો ચાલક અને તેની સાથેના સુરેશભાઇને ઇજાઓ થતાં સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા. સુરેશભાઇએ એસટી ડ્રાઇવર અને એસટી ડ્રાઇવર ભગવતસિંહે નરેડીના નગાભાઇ સહિત 10 થી 12 લોકો સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ વંથલી પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...