પાણીની લાઇનને લઇ માથાકૂટ:પાણી સમિતીના મહિલા સભ્ય પર 8 શખ્સનો હુમલો

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળ તાલુકાનાં ખોડાદા ગામનો બનાવ
  • વાસ્મોની પાણીની લાઇનને લઇ માથાકૂટ કરી

માંગરોળ તાલુકાના ખોડાદા ગામે 8 શખ્સોએ ગ્રામ પંચાયતની પાણી સમિતીના મહિલા સભ્ય પર હુમલો કરી લાકડી મારી ઇજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, માંગરોળ તાલુકાના ખોડાદા ગામે વાસ્મોની પાણીની લાઇનની કામગિરી ચાલુ છે. જેને લઇ ગામના વિજય વીરા ગળચર, ભરત વીરા અને વીરા સુદા ગળચરે 5 શખ્સો સાથે મળી ગામની પાણી સમિતીના સભ્ય મનીષાબેન પાલાભાઇ ગળચર (ઉ. 27) પર તા. 11 ઓગષ્ટના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં હુમલો કરી લાકડી મારી હતી. અને હવે પાણીનું કામ કરશો તો મારી નાંખીશું કહી ધમકી આપી હતી. આથી મનીષાબેને 8 શખ્સો સામે માંગરોળ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...