ચણાનું ઉત્પાદન:કાપણી સમયે ચણાના ભાવ મણે રૂપિયા 920 થી રૂા. 1020 રહેવાની સંભાવના

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2022-23 માં 112 લાખ હેકટરમાં વાવેતર, ઉત્પાદન 136 લાખ ટન

ચણાએ ભારતનો મુખ્ય કઠોળ પાક છે, જે સદીઓથી વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. અને કુલ કઠોળ ઉત્પાદનમાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે. ભારત દુનિયામાં સૌથી વધુ ચણાનું ઉત્પાદન કરતો દેશ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ અને જૂનાગઢ સંશોધન ટીમ દ્વારા દાહોદ માર્કેટીંગ યાર્ડનાં માસિક ભાવ આધારીત તારણ મુજબ અનુમાન કહ્યું કે, ચણાનો ભાવ માર્ચ- એપ્રિલ- 2023 દરમિયાન કાપણી સમયે મણનાં ભાવ રૂા. 920 થી 1020 (કિવટલ દીઠ રૂા. 4600 થી 5100) રહેવાની સંભાવના છે.

વર્ષ 2011- 12 માં ચણાનું વાવેતર 83 લાખ હેકટરમાં થયેલ. જે વધીને 2021- 22 માં 114 લાખ હેકટર થયેલ. વરસાદની અનિયમિતતા, પ્રતિકુળ હવામાન અને રોગના ઉપદ્રવ વગેરેને કારણે વાવેતરમાં વધ- ધટ જોવા મળે છે. ચાલુ વર્ષ 2022- 23માં ચણાનું વાવેતર ધટીને 112 લાખ હેકટર થવાનો અંદાજ છે. પરંતુ ઉત્પાદન 136 લાખ ટન થશે. ચાલુ વર્ષે કઠોળનું ઉત્પાદન 278 લાખ ટન થયુ છે. જે ગત વર્ષ કરતા 5 લાખ ટન વધુ છે. વર્ષ 2022- 23માં કઠોળની આયાત 19 લાખ ટન કરતા પણ ઓછી થશે. ટેકાના ભાવે ખરીદી ચાલુ થતા ચણાના ભાવ થોડા વધશે.

ભારત સરકાર દ્વારા 2022- 23ની રવિ ઋતુ માટે ભાવ મણના 1067 હતો. જે ગયા વર્ષે 1046 હતો. જેથી ખેડૂતોને સુચન કરવામાં આવે છે કે, ચણાનો સંગ્રહ ન કરતા, કાપણી પછી તરતજ શક્ય તેટલો જથ્થો ટેકાના ભાવે વેચાણ કરી દેવો. કારણ કે ભવિષ્યમાં ચણાના ભાવ વધવાની શક્યતા ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...