તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણમાં ગરમાવો:વેરાવળમાં કોંગ્રેસની બેઠકમાં ભાજપ સમર્પિત કાર્યકરોએ કોંગી ખેસ પહેર્યો

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની ચુંટણી પૂર્વે કાર્યકરોના કોંગ્રેસ પ્રવેશને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો

આગામી સ્થાનિક ચુંટણીઓને લઈ વેરાવળ શહેર કોંગ્રેસની એક બેઠક ગઈકાલે મળી હતી. જેમાં ભાજપ સમર્પિત 50 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક કોંગી ધારાસભ્યએ તમામને ખેસ પહેરાવી આવકાર્યાના સમાચારથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગઈકાલે વેરાવળમાં આગામી પાલિકાની ચુંટણીને લઈ શહેર કોંગ્રેસની એક બેઠક ધારાસભ્ય વિમલ ચુડાસમાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં આગામી પાલિકાની ચૂંટણી અંગે રણનીતી ઘડવાની સાથે ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ આ બેઠકમાં શહેરના પ્રભાસપાટણ વિસ્તારના ભાજપ સમર્પિત 50 જેટલા યુવા કાર્યકરો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાતા સ્થાનિક કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તમામને ખેસ પહેરાવી આવકાર્યા હોવાનો દાવો કરાયો છે.

અત્રે નોંધનીય છે કે, પાલિકાની ચુંટણી પહેલા જ કાર્યકરોના પક્ષ બદલવાની પ્રવૃત્તિથી સ્થાનિક રાજકારણ માં ગરમાવો આવી ગયો છે. આગામી દિવસોમાં એક બીજા પક્ષોમાં કાર્યકરોના પ્રવેશનો સીલસીલો ચાલુ જ રહેશે તેવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો