પર્યાવરણ જાગૃતિ:માંગરોળ ખાતે પર્યાવરણને અનુકૂળ જીવન શૈલી વિષય પર શીલ ગામે તાલીમ શિબિર યોજાઈ

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો પર્યાવરણ સંરક્ષણ માટે આગળ આવે તે હેતુથી કાર્યક્મનું આયોજન કરાયું

ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગર ના સહયોગ થી શ્રમ ભારતી ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા આયોજીત તેમજ શીલ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગ્રામ પંચાયત ખાતે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિષય પર એક દિવસની તાલીમ યોજવામાં આવેલ આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા નક્કી કરવામાં આવેલા ઉદેશો મુજબ ગામમાં પર્યાવરણ પરત્વે લોકોમાં જાગૃતિ આવે અને લોકો પર્યાવરણના સંરક્ષણ માટે આગળ આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં શીલ ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો, ગામ આગેવાનો, તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ બદલ શીલ ગામના ઉપ સરપંચ અને સભ્યો ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કવિઝમાં ભાગ લેનાર વિજેતાને એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા.અને શ્રી જગતભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંજયભાઈ પટેલ શ્રી શ્રમ ભારતી ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા ચોટીલાના શારદાબેન સહિતે હાજરી આપી હતી

અન્ય સમાચારો પણ છે...