તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સોમનાથના ગોલોકઘામ ખાતે ભગવાન શ્ર‍ી કૃષ્‍ણના ચરણ પાદુકાનું પૂજન-ઘ્‍વજારોહણ કરી ઉજવણી કરાઇ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે શ્રી કૃષ્‍ણએ સ્વધામ ગમન કરેલ હોવાથી ઉજવણી કરવામા આવે છે

ચૈત્ર શુક્લ પ્રતિપદાએ પ્રભાસ ક્ષેત્ર(સોમનાથ) સાંનિઘ્‍યે ગોલોકધામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણએ જે સ્‍થળેથી સ્વધામ(નિજધામ) ગમન કરેલ એ દિવસની આધ્યાત્મિક ઉજવણી ચરપપાદુકા પુજન-ઘ્‍વજારોહણ કરી કરવામાં આવી હતી.

જગવિખ્‍યાત સોમનાથ મહાદેવ મંદિરના સાંનિઘ્‍યે ગોલોક ધામ પાવન સ્‍થ (ભૂમી) છે. જે સ્‍થળ પરથી ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પરથી સ્વર્ગ ખાતે પ્રયાણ કરેલ હતુ. જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાનમાં સચવાયેલી છે. આ સાથે જ પ્રભાસની ભૂમીને હરિ-હર ભૂમી પણ આ કારણે જ કહેવાય છે. જયાંથી ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરીત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમી પરથી પ્રયાણ કર્યું હતુ. ગોલોક ધામ ભૂમી પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ અને આ પાવન ભૂમી ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટીએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરના 2 કલાક 27 મીનીટ એને 30 સેકન્ડના સમયે પૃથ્વીલોકથી સ્વધામ ગમન કરેલ હતું.

જેને લઇ આજરોજ આ પાવન દિવસે સોમનાથ સાંનિઘ્‍યે ગોલોકધામ દિન નીમીત્તે મંદિર ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસર દિલીપભાઇ ચાવડાના હસ્‍તે નુતન ધ્વજારોહણ પૂજન અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પાદુકાનું પુજન કરવામાં આવેલ હતું. આમ, આ રીતે પાવન દિવસની ઉજવણી કરાઇ હતી. હાલ કોરોનાના કહેરને લઇ સોમનાથના મંદિરોમાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંઘ હોવાથી ફકત પૂજારી અને અઘિકારીગણની હાજરીમાં પૂજાવિઘિ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો