તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સાસણ ગીરના દેવળીયા પાર્કમાં પ્રવાસીઓ હવે એસી બસમાં બેસી સિંહ દર્શન કરી શકશે, આજે 5 બસોનું લોકાર્પણ કરાયું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અઘતન બસોનું લોકાર્પણ કરાયેલ - Divya Bhaskar
અઘતન બસોનું લોકાર્પણ કરાયેલ
  • સાસણ ગીર ખાતે હાલ ચાલી રહલ 36 કરોડના વિકાસ કાર્યોનું મંત્રી જવાહર ચાવડાએ નિરીક્ષણ કર્યુ

સમાજના તમામ વર્ગના લોકો યેનકેન રીતે રોજગારી આપતા પ્રવાસન ઉદ્યોગના વિકાસ અર્થે એશિયાટીંક સિંહોના રહેઠાણ એવા વિશ્વ પ્રસિઘ્‍ઘ સાસણ ગીરમાં રૂ.36 કરોડના ખર્ચે યાત્રી- પ્રવાસી સુવિધાના ચાલતા વિવિધ વિકાસકાર્યોનું મંત્રીએ નિરીક્ષણ કર્યુ હતુ. આ કાર્યોમાં ફેમીલી સાથે આવતા પ્રવાસીઓને ધ્યાનમાં લઇ બાળકો માટે નેચર પાર્ક, વડિલો માટે આર્બોરેટમમાં વોક-વે, વોચ ટાવર, સનસેટ પોઇન્ટ સહિતનો સમાવેશ છે. આ તકે આજથી દેવળીયા પાર્કમાં સિંહ દર્શનની સાથે સાથે પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણી શકે તે માટે નવી પાંચ આધુનિક એ.સી. બસ પણ મુકાયેલ જેનું લોકાર્પણ પણ મંત્રી ચાવડાએ કરેલ હતુ.

દેશમાં એશિયાટીક સિંહોના એક માત્ર નિવાસસ્થાન સાસણ ગીરમાં દર વર્ષે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ આવે છે. સાસાણ ગીરમાં યાત્રી સુવિઘા વઘારી વઘુમાં વઘુ પ્રવાસીઓ મુલાકાતે આવે તે હેતુસર કાયમી સક્રીય રહેતા પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ રૂ.36 કરોડના ખર્ચે યાત્રી-પ્રવાસી સુવિઘાના વિકાસ કામો મંજુર કર્યા હતા. આ કામની ગુણવત્તા સાથે થયેલ પ્રગતિનું નિરીક્ષણ કરવા આજે તેઓએ સાસણની મુલાકાત લીધી હતી. આ તકે રૂ.28 લાખના ખર્ચે તૈયાર કરાયેલ ખાસ એક એવી પાંચ એ.સી. બસોનું દેવળીયા આવતા પ્રવાસીઓ માટે લોકાપર્ણ કર્યું હતું. ટુંક સમયમાં અત્યાધુનીક ટેક્નોલોજીથી સજ્જ કુલ 10 બસો કાર્યરત થશે.

વિકાસકાર્યોની અઘિકારી પાસેથી માહિતી મેળવતા મંત્રી જવાહર ચાવડા
વિકાસકાર્યોની અઘિકારી પાસેથી માહિતી મેળવતા મંત્રી જવાહર ચાવડા

સાસણ આવતા પ્રવાસીઓને ઉચ્ચ કક્ષાની સુવિધા આપવા રીસેપ્શન સેન્ટર, સાઇટ બ્યુટીફીકેશન, ઓરીએન્ટેશન સેન્ટર, સોવેનીયર શોપ, સેલ્ફી પોઇન્ટ, ગીરનો નજારો માણવા વોચ ટાવર, પાર્કીગ એરીયા, સિંહનું સ્કલપ્ચર, ઇન્ફોરમેશન સેન્ટર, એન્ફીથીએટર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી રહી હોવાનું સાસણના નાયબ વન સંરક્ષક મોહન રામે જણાવેલ હતું.

આ તકે મંત્રી જવાહરભાઇ ચાવડાએ વન અઘિકારીઓ પાસેથી સાસણમાં ચાલતા વિકાસકાર્યોની પ્રગતિની રજે રજની માહિતી મેળવી હતી. સાસણ આવતા પ્રવાસીઓ માટે વાણીયાવાવ ચેક પોસ્ટ પાસે તેમજ સાસણથી સોમનાથ જતા વેરાવળ નાકા પાસે આકર્ષક પ્રવેશદ્વારનું નિર્માણ કરાશે. સાસણમાં ચાલતા વિકાસ કામોના તમામ સ્થળોની મંત્રી જવાહર ચાવડાએ મુલાકાત લઇ કામની ગુણવત્તા જાળવવા સાથે સમય મર્યાદામાં પૂર્ણ કરવા અઘિકારીઓને સુચનાઓ આપી હતી.

નવી અઘતન બસની મુસાફરીનો મંત્રી અને અઘિકારીએ લ્‍હાવો લીઘેલ
નવી અઘતન બસની મુસાફરીનો મંત્રી અને અઘિકારીએ લ્‍હાવો લીઘેલ

પ્રવાસીઓ માટે એ.સી. સુવિધાથી સજ્જ પાંચ બસનું લોકાપર્ણ કરાયું

સાસણ ગીર ખાતે આજે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાના હસ્તે નવી પાંચ બસનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે. આ બસો એ.સી. સુવિધા સાથે સજ્જ છે. તેમજ પ્રવાસીઓ માટે બસમાં સાઉન્ડ સિસ્ટમ અને ટી.વી.ની સુવિધા રાખવામાં આવી છે. આ ટી.વી. દ્વારા સાસણગીર જંગલ અને વન્યપ્રાણીઓ વિશે ડોક્યુમેટરી બતાવવામાં આવશે. સાસણ ગીર ખાતે આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે પ્રવાસન વિભાગે આધુનિક સુવિધા વાળી બસનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે. જેનાથી પ્રવાસીઓ એ.સી. બસમાં મુસાફરી કરવા સાથે ગીરનો કુદરતી નજારો પણ માણી શકશે.

અન્ય સમાચારો પણ છે...