તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહનો હુમલો:જૂનાગઢ નજીકના કાથરોટા ગામમાં રાત્રીના 1 વાગ્યે આવી સિંહે માથું પકડી યુવાનને ખેંચ્યો

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 3 સિંહોનો હુમલો, પુત્રને બથભરી બચાવી લીધો, યુવાનનો કાન તૂટી ગયો

જૂનાગઢ નજીકના કાથરોટા ગામની વાડી વિસ્તારમાં સિંહે યુવાન પર હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે ઇજાગ્રસ્ત યુવાન સંજય પીઠાભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાત્રીના લાઇટ ન હોય તેઓ પોતાના દિકરા સંદિપ સાથે બહાર સૂતા હતા. દરમિયાન રાત્રીના 1 વાગ્યે સિંહ આવી ચડ્યો હતો અને મારૂં માથું પકડી મને ખાટલા પરથી ખેંચ્યો હતો. દરમિયાન મે મારા પુત્રને બાથભરીને બચાવી લીધો હતો. ખાટલા પર મારા માત્ર પગ જ રહ્યા હતા. બાદમાં મે અને મારી પત્નિએ રાડારાડ કરતા સિંહ મને મૂકીને નાસી ગયો હતો.માથામાં ઇજા થવા સાથે મારો કાન તૂટી ગયો હતો. બાદમાં મારા ભાઇએ 108ને ફોન કર્યો હતો પછી 108એ મને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.

દરમિયાન 108 અધિકારી વિશ્રુત જોષીએ જણાવ્યું હતું કે, કાથરોટા ગામે 3 સિંહો આવી ચડ્યા હતા. જેમાં સંજયભાઇ પર હુમલો કરતા તેને ઇજા થઇ હતી. આ અંગેની જાણ થતા 108ના ઇએમટી સાહિલભાઇએ સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી પાયલોટ રાહુલ વાઘેલા વગેરેએ વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...