તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપવાસનો સુખદ અંત:જનરલ બોર્ડમાં નિર્ણય ન થાય ત્યાં સુધી મૂર્તિ યથાવત રાખવાની ખાત્રી

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરશુરામ દાદાની મૂર્તિ ન હટાવવા ચાલતા ઉપવાસનો સુખદ અંત

શહેરના સોનાપુરી સ્મશાન નજીક મુકાયેલ ભગવાન પરશુરામજીની મૂર્તિ ન હટાવવા મદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. આ અંગે કાર્તિકભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, મૂર્તિ ન હટાવવા મુદ્દે શરૂ થયેલા આમરણાંત ઉપવાસનો શનિવારે બીજો દિવસ હતો. ત્યારે મેયર ધીરૂભાઇ ગોહેલ સહિતના ભાજપના હોદ્દેદારોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. મેયરે જણાવ્યું હતું કે, 2 કોર્પોરેટર દરખાસ્ત કરે તેને જનરલ બોર્ડમાં મૂકવાની હું બહાલી આપીશ. જનરલ બોર્ડમાં નિર્ણય ન થાય ત્યાં સુધી મૂર્તિને યથાવત સ્થિતીમાં રાખવામાં આવશે.

આમ,ખાત્રી બાદ ઉપવાસીઓના પારણાં કરાવતા આમરણાંત ઉપવાસનો સુખદ અંત આવ્યો હતો. દરમિયાન ઉપવાસી છાવણીની મુલાકાત આરતીબેન જોષી, પલ્લવીબેન ઠાકર, આદ્યાશક્તિબેન મજમુદાર, ધારાસભ્ય ભીખાભાઇ જોષી,સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ છેલભાઇ જોષી, જૂનાગઢ જિલ્લા પ્રમુખ કે.ડી.પંડયા, હિમાંશુભાઇ પંડયા, પુનિતભાઇ શર્મા વગેરેએ લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જયદેવભાઇ જોષી, નિર્ભય પુરોહિત, સંજયભાઇ કોરડીયા,આશિષભાઇ ઉપાધ્યાયે જહેમત ઉઠાવી હતી.

ભાજપ, કોંગ્રેસના કોર્પોરેટરે જનરલ બોર્ડનો સૂઝાવ કર્યો હતો | ભગવાન પરશુરામજીની મૂર્તિના ચાલતા વિવાદનો અંત લાવવા આગામી જનરલ બોર્ડમાં દરખાસ્ત કરી તેને મંજૂરી આપવી જોઇએ તેવો સુઝાવ ભાજપના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર સંજયભાઇ કોરડીયા,કોંગ્રેસના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર મંજુલાબેન પરસાણા અને વોર્ડ 6ના કોર્પોરેટર લલીતભાઇ પરસાણાએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...