વેરાવળ શહેરમાં બ્લડ બેંક બનાવવા માટે લાંબા સમયથી માત્રો વાતો થઈ રહી હોવાથી દિવાસ્વપ્ન બની ગઈ છે, પરંતુ તાજેતરમાં ગીર સોમનાથ રેડ ક્રોસ સોસાયટીના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં બ્લડ બેંક બનાવવા માટે જરૂરી જગ્યાના પ્રશ્નનો ટુંક સમયમાં નિરાકરણ લાવવાની ખાત્રી આપવામાં આવતા લોકોમાં ફરી આશા બંધાઈ છે.
ગીર સોમનાથ રેડ ક્રોસ સોસાયટીના સ્થાપના દિનનો 'આરોગ્યનો સેવાયજ્ઞ'નો કાર્યક્રમ ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરારના અધ્યક્ષ સ્થાને સાંસદ રાજેશ ચુડાસમા, ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના અજય પટેલની હાજરીમાં યોજાયો હતો. જેમાં થેલેસેમીયા ટેસ્ટ, બ્લડ ગ્રુપીંગ, ચક્ષુદાન સંકલ્પ પત્ર તથા રક્તદાન માટે બ્લડ ડોનેશનની એપ્લિકેશન અને તેના સ્ટીકરોનું અગ્રણીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. બાદમાં ગુજરાત રેડ ક્રોસના નવનિયુક્ત ચેરમેન અજય પટેલ, જનરલ સેક્રેટરી ડો. પ્રકાશ પરમાર, મેનેજીંગ કમિટીના સભ્યોનું સ્મૃતિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા મથક વેરાવળમાં બ્લડ બેંકની જરૂરીયાત હોય તે બનાવવા માટે જગ્યાના પ્રશ્નનું વિઘ્ન હોવાથી તે અંગે ઘટતું કરવાની લાગણી રજુ થઈ હતી. જેને લઈ સરકારના પ્રતિનિધી એવા મંત્રી ઝવેરી ઠકરાર અને સાંસદ રાજેશ ચુડાસમાએ ઘટતી કાર્યવાહી કરાવવાની ખાત્રી આપી હતી. જેથી બ્લડ બેંકના નિર્માણ માટે જરૂરી આર્થીક દાનનો અન્ય અગ્રણીઓએ ધોધ વહાવ્યો હતો. બ્લડ ડોનરોના સન્માન માટે 'સ્વ.રમેશ મસાણી એવોર્ડ' ની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કામધેનુ યુની.ના કુલપતિ ડો કેલાવાલા, સોમનાથ સંસ્કૃત યુની.ના કુલપતિ લલીત પટેલ, ડો.આર.જી. તન્ના, પાલીકા પ્રમુખ પિયુષ ફોફંડી, પૂર્વ મંત્રી જશા બારડ, ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, યાર્ડના ચેરમેન ગોવિંદ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, મર્કેન્ટાઇલ બેંકના નવિન શાહ, પીપલ્સ બેંકના વિક્રમ તન્ના, અશોક ગદા સહીત કોડીનાર યુનિયન બેંક, જૂનાગઢ જિલ્લા સહકારી બેંક, જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ, ઉના માર્કેટીંગ યાર્ડ, શહેરની સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રેડ ક્રોસ સોસાયટીના કિરીટ ઉનડકટ, ગીરીશ ઠક્કર, પરાગ ઉનડકટ, સેવારામ મુલચંદાણી, સમીર ચંદ્રાણી, ચિરાગ કારીયા, ગીરીશ વોરા, અતુલ કાનાબાર, સંજય દાવડા, અનિષ રાચ્છ, ડો.મુકેશ ચગ, ચંદ્રેશ અઢીયા, ભાવેશ મહેતા, દેવાભાઇ ધારેચા, ધર્મેશ તન્ના, રાજેશ પુરોહિત, ડો.યુસુફઝાઇ સાહિતનાએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.