સહાય:જિલ્લામાં ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે રૂા.5.23 કરોડની સહાય ચૂકવાઇ

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબને ગાય નિભાવ માટે મળે છે વાર્ષિક 10800 રૂા. સહાય

જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2021-22માં 9696 ખેડૂતોને ગાય નિભાવ માટે પ્રથમ હપ્તા પેટે રૂા.5.23 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય નિભાવ ખર્ચ યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા 9696 કુટુંબને રૂા.5.23 કરોડની સહાય વર્ષ 2021-22 દરમિયાન ચૂકવવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષ 2021-22માં 9696 અરજીઓ મંજુર થઇ હતી. જેમાં પ્રથમ હપ્તામાં રૂા.5.23 કરોડની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે. જયારે બીજા હપ્તાના રૂ. 5.23 કરોડની સહાય ચૂકવવામાં આવનાર છે.

આમ, જૂનાગઢ જિલ્લામાં 9696 ખડૂતોને ગાય નિભાવવા માટે બીજા હપ્તાની રકમ મળીને વાર્ષિક રૂ. 10.46 કરોડની સહાય મળવા પાત્ર થશે. ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી કરવા દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની જરૂરિયાત રહેતી છે. જેના દ્વારા જમીનની ભેજ સગ્રહ ક્ષમતા ફળદ્રુપ્તા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે ઉમદા હેતુસર દેશી ગાયની સાચવણીમાં વધારો થયા, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

વર્ષ 2023માં આ યોજના માટે કુલ 1050 અરજીઓ આવી હતી. જેમાંથી 750 અરજીઓને મંજુરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં આ 750 લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ખેડૂતની આઇડેટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ. લાભાર્થી ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઇએ. આ યોજનાનો લાભ નાના-મોટા, સીમાંત, એસ.સી., એસ.ટી., જનરલ અને અન્ય દરેક ખેડૂતો લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...