ખેતીવાડી શાખા:જિલ્લામાં ખેડૂતોને ટ્રેકટર ખરીદવા રૂા.1,121 લાખની સહાય ચૂકવાઇ

જુનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને ટ્રેકટર ખરીદવા રૂા.60 હજાર સુધી સબસીડી મળે છે

કૃષિ યાંત્રીકરણને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેકટર ખરીદવા માટે રૂા.60 હજાર સુધી સબસીડી આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાનાં ખેડૂતોને વર્ષ 21-212 માં કુલ રૂા.1,121.85 લાખની સબસીડી સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. સબસીડી ખેડૂતોના બેંક ખાતામાં સીધી જ જમાં કરવામાં આવે છે.

જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાથી ખેડૂતોને ટ્રેકટર ખરીદવા સહાય ચૂકવવામાં આવે છે. 40 એચપીથી વધુ ક્ષમતાવાળા ટ્રેકટર માટે રૂપિયા 60 હજાર અને 40 એચપીથી ઓછી ક્ષમતાવાળા ટ્રેકટર માટે રૂપિયા 45 હજારની સહાય આપવામાં આવે છે. ખેડૂતોની આવક બમણી કરવા સાથે ખેતી ખર્ચમાં ઘટાડો કરવા તેમજ આધુનિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેકટર ખરીદવા પ્રોત્સાહન આપવામાં આવે છે.

ટ્રેકટર ઉપરાંત કલ્ટીવેટર, ચાપ કટર, પ્લાઉ, પશુ સંચાલીત વાવણીયો, રોટાવેટર, હેરો, પાવર થ્રેસર ખરીદવા પણ ગત વર્ષે રૂપિયા 15.63 લાખની સબસીડી ચૂકવવામાં આવી હોવાનું જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...