ક્રાઈમ:સગપણ બાબતના મનદુઃખને લઈ યુવાન ઉપર હુમલો, 2 સામે ગુનો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સગપણ બાબતના કોઈ મનદુઃખમાં યુવાનને બે શખ્સ લઈ ગયા હતા અને કોઈ ધારદાર વસ્તુથી ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી. જેથી ચલાલા ગામે રહેતા એક મહિલાએ વિસાવદરમાં રહેતા બે શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ, અમરેલીના ચલાલા ગામે રહેતાં લીલાબેન વલ્લભભાઈ વાડદોરીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,અગાઉ લીલાબેનના બંન્ને પુત્રોને સાંભળવા અને બોલવામાં શારીરિક તકલીફ હોય જેમના સગપણને લઈ અગાઉ કેશુ વેલજી પરમારની પુત્રીઓ સાથે વાતચીત થઈ હતી.

જે વાત આગળ ચાલતા કેશુ તેમની પુત્રીઓના લગ્ન કરવા માંગતો ન હોય અને બીજી જગ્યાએ લગ્ન કરવાના પ્રયત્ન થતા હોય. આ બાબતે લીલાબેન તેમના પતિ વલ્લભભાઈ અને મનસુખ અને રઘુવેલજી આવ્યા હતા. અને મનસુખને સાથે લઈ જઈ આ બંન્ને શખ્સે ગળાના ભાગે કોઈ ધારદાર વસ્તુથી ઈજા પહોંચાડી હતી. જેથી આ બંન્ને શખ્સ વિરૂદ્ધ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...