તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સનસનાટી:જૂનાગઢમાં વકીલની ઘરમાં ઘૂસી હથિયારના ઘા મારી હત્યા, મૃતકની પત્ની અને અન્ય બેની પૂછપરછ

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના મંગલધામ 2માં રહેતા યુવા વકિલની તેમના ઘરમાં જ મોડીરાત્રીના છરી જેવા તીક્ષણ હથિયારથી ગળા પર અસંખ્યા ઘા મારી હત્યા કરવામાં આવતા શહેરભરમાં સનસનાટી મચી જવા પામી છે. દરમિયાન આ બનાવમાં પોલીસે 2 શખ્સો તેમજ મૃતક યુવાનની પત્નિને રાઉન્ડ અપ કરી તેની પૂછપરછ હાથ ધરી છે.

મધુરમ સ્થિત મંગલધામ 2માં રહેતા અને વ્યવસાયે વકિલાત કરતા અંદાજે 35 વર્ષિય યુવાની નિલેશ દાફડાની તેના ઘરમાં જ મોડીરાત્રીના હત્યા કરી દેવાઇ હતી.મૃતક યુવાના ગળા પર છરી જેવા તીક્ષણ હથિયારના ઘા મારી હત્યાની ઘટનાને અંજામ અપાયો હતો. મૃતક યુવાનના ઘરે સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે. ત્યારે તે ચાલુ હતા કે બંધ ? તે મામલે પણ તપાસ હાથ ધરી છે.

દરમિયાન મૃતક યુવાનના કંડલા રહેતા મોટાભાઇ રોહિતે જણાવ્યું હતું કે, તેનો ભાઇ (મૃતક યુવાન નિલેશ)તેની પત્નિ કાજલ અને 5 વર્ષના પુત્ર તેમજ 2 વર્ષની પુત્રી સાથે રહેતો હતો. તેમના પિતાનું 17 એપ્રિલ 2021ના ન્યુમોનિયાથી અવસાન થયું હતું. જ્યારે માતા અલગ મકાનમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...