તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખનીજ ચોરો પર તવાઈ:સૂત્રાપાડાના મોરાસા ગામમાં બેરોકટોક ચાલી રહેલી ખનીજ ચોરી પર એએસપીનો દરોડો, સવા કરોડનો મુદ્દામાલ જપ્ત

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ASP ઓમપ્રકાશ જાટે ચુનીંદા સ્ટાફ સાથે દરોડો પાડ્યો

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના મોરાસા ગામમાં આજે ખાણખનીજ વિભાગને અંધારામાં રાખી પોલીસે દરોડો પાડી મોટી ખનીજ ચોરી ઝડપી પાડતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ઘટનાસ્થળ પરથી ત્રણ જેસીબી, ચાર ડમ્પર સહિત સવા કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ASP પ્રકાશ જાટે આજે તેના ચુનીંદ સ્ટાફ સાથે મોરાસા ગામમાં ખાનગી માલિકીની જગ્યામાં ચાલી રહેલી લાઈમ સ્ટોનની ચોરી પર દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળ પરથી પોલીસને ત્રણ જેસીબી અને ચાર ટ્રેકટર સહિત અંદાજે સવા કરોડ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે.

એ.એસ.પી એ દરોડા બાદ ખાણ ખનીજ વિભાગ અને મામલતદાર ને જાણ કરી...તંત્ર દ્વારા સ્થળ રોજકામ સાથે ગુન્હો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.ગેરકાયદે ખનિજચોરીનું લાઇમ સ્ટોન જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં સપ્લાય થતું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

ખાણખનીજ વિભાગને અંધારામાં રાખી પોલીસ દ્વારા પાડવામા આવેલા દરોડોના પગલે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા હવે મામલતદાર અને ખાણખનીજ વિભાગને જાણ કરાતા સ્થળ રોજકામ કરી ગુન્હો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. ખનીજ ચોરી પાછલ રાજકીય માથાઓની સંડોવણી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...