નવરાત્રી:7 થી 15 ઓકટોબર વાઘેશ્વરી મંદિરે આસો નવરાત્રી ઉજવાશે

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના ગિરનાર રોડ સ્થિત વાઘેશ્વરી માતાજી મંદિરે વર્ષોની પરંપરા મુજબ આસો નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. આ અંગે મંદિરના ટ્રસ્ટી મુકેશભાઇ રાજપરાએ જણાવ્યું હતું કે, 7 થી લઇને 15 ઓકટોબર સુધી આસો નવરાત્રીની ઉજવણી કરાશે. નવરાત્રીને લઇ મંદિરનો સમય સવારના 5 થી રાત્રીના 10 વાગ્યા સુધીનો રહેશે.

સવારે 6 :15 મિનીટે મંગળા આરતી, 8:15 મિનીટે શ્રૃંગાર આરતી અને સાંજે 7:15 મિનીટે શયન આરતી કરાશે. બપોરના 1 થી 3:30 દરમિયાન મંદિર બંધ રહેશે જેથી આ સમય દરમિયાન દર્શન કરી શકાશે નહિ. આઠમનો હવન 13 ઓકટોબરના રહેશે અને બિડું સાંજના 5:30 કલાકે હોમાશે. જ્યારે ઉપલા વાઘેશ્વરી મંદિર પણ સવારના 5 થી રાતના 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મંગળા આરતી 6:45 વાગ્યે, શ્રૃંગાર આરતી 7:45 મિનીટે, શયન આરતી સાંજે 6:45 મિનીટે કરાશે.

અન્ય સમાચારો પણ છે...