ગામડામાં વિદ્યાર્થીઓને એકાઉન્ટ અને સ્ટેટેસ્ટીક્સમાં માર્કસ આસાનીથી અપાવી શકાય. પણ ગુજરાતી અને સૌથી વધુ તો ઇંગ્લીશમાં માર્કસ અપાવવામાં મુશ્કેલી પડે. આથી અમે અમારી આલ્ફા વિદ્યા સંકુલમાં મેઇન વિષય જેટલીજ પ્રાયોરિટી લેંગ્વેજને પણ આપીએ છીએ. જેમાં અંગ્રેજીમાં તો અઠવાડિયે 9 કલાકના ક્લાસ ઉપરાંત 3 કલાક વિદ્યાર્થીને રીવીઝન ટેસ્ટ અને એક્સરસાઇઝ સોલ્વ કરાવીએ છીએ. એમ વડાલ પાસે આવેલા આલ્ફા વિદ્યા સંકુલના સંચાલક જીજ્ઞેશ નકુમનું કહેવું છે.
તેઓ વધુમાં કહે છે, સામાન્ય રીતે એક શિક્ષક પર બે કે ત્રણ વિષયની જવાબદારી હોય છે. પણ અમારે ત્યાં એક શિક્ષકને એકજ વિષય ભણાવવાનો હોય છે. આ ઉપરાંત દર 25 વિદ્યાર્થીએ એક આસી. ટીચર હોય. અને તે હોસ્ટેલમાંજ રહે. આથી ક્લાસ બાદ તે હોસ્ટેલમાં વિદ્યાર્થીનું રીડીંગ, પ્રોબ્લેમ સોલ્યુશન પર ધ્યાન આપે. અમારે ત્યાં 3 ને એ-1 ગ્રેડ, 29 ને એ-2 ગ્રેડ આવ્યો છે. 99 થી વધુ પીઆર 5 વિદ્યાર્થીને અને 95 થી વધુ 25 વિદ્યાર્થીને મળ્યા છે.
મારી દિકરીને આઇએએસ બનવું છે
આલ્ફા વિદ્યા સંકુલમાંજ એ-1 ગ્રેડ સાથે બોર્ડમાં બીજો નંબર મેળવનાર ફોરમ વીરડાના પિતા જેશીંગભાઇ ધોરાજી તાલુકાના વાડોદર ગામે નાના ખેડૂત છે. તેઓ કહે છે, મારી દિકરીને ધો. 10 માં પણ એ-1 ગ્રેડ જ હતો. તેણે ક્યારેય ઘર નહોતું છોડ્યું. 11 મું ઓનલાઇન હતું. અને ધો. 12 માં જૂનાગઢ હોસ્ટેલમાં રહીને ભણી. પણ એક વર્ષ સુધી ક્યારેય ઘેર વાડોદર આવવાનું નામ નથી લીધું. એને બદલે સતત ભણવામાં ધ્યાન આપ્યું હતું. એડમિશન ફી માટે સ્કોલરશીપ મેળવી છે. ડિસેમ્બરમાં કોર્સ પૂરો થાય પછી અઢી મહિના સુધી તેણે પેપર સોલ્વ કર્યા હતા.
આલ્ફા વિદ્યા સંકુલ મેંદરડાના 5 છાત્રોને એ-2 ગ્રેડ | |
1. સિસોદિયા મહીરાજ | 99.41 પીઆર |
2. મકવાણા નેહા | 98.46 પીઆર |
3. મ્યાત્રા ભૂમિ | 98.33 પીઆર |
4. કથીરિયા પ્રિન્સ | 96.73 પીઆર |
5. બાબરિયા ચિરાગ | 94.25 પીઆર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.