મોટા ભાગના પ્રાણીઓ સવાર-સાંજ જ પાણી પીવા માટે બહાર આવે છે બાકી તપતા તડકાના તાપમાનમાં પોતે વૃક્ષોના છાંયા નીચે બેસી રહે છે.ઉનાળો એટલે ભલભલાને પરસેવા છોડાવી દેતી ઋતું.ત્યારે લોકો ઉનાળામાં તાપ અને ગરમીના વાતાવરણમાં ઉકરાટથી બચવા કોઈ પણ રીતે સક્ષમ બની જતા હોય છે.પરંતુ જંગલમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ જંગલમાં કુદરતી સ્ત્રોત કે, પાણીની કુંડીઓ,કે નદીના આજુબાજુના વિસ્તારમાં પાણી કુદરતી રીતે સંગ્રહ હોય છે. ત્યારે ઉનાળામાં વન વિભાગ દ્વારા જંગલમાં વસતા પ્રાણીઓ માટે કુત્રિમ રીતે પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી.
ગીર જંગલમાં સિંહ, હિરણ, સાંભર, શિયાળ નીલગાય સહિતના હજારો પ્રાણીઓ વસવાટ કરે છે. જુનાગઢ વન વિભાગના વન સંરક્ષક આરાધના શાહુએ જણાવ્યું હતું કે ગીર અને આજુબાજુના વન્ય પ્રાણીઓના વિસ્તારમાં ઉનાળો જ્યારે શરૂ થાય છે ત્યારે વન્ય પ્રાણીઓ માટે અલગ અલગ માધ્યમથી પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.
વન વિભાગ દ્વારા સર્વે કરી પાણીના સ્ત્રોતો ઊભા કરવામાં આવે છે. જે સ્થળ પર કુદરતી પાણીનો સ્ત્રોત સૂકાઈ ગયો હોય ત્યાં વનવિભાગે કૃત્રિમ કુંડી બનાવી પાણીની વ્યવસ્થા કરે છે. હાલ ગીર વિસ્તારમાં અને વન્ય પ્રાણીઓના વસવાટ વિસ્તારમાં 500 જેટલા પાણીના પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે.જે જગ્યા પર કુદરતી રીતે પાણી છે ત્યાં વન્ય પ્રાણીઓ પાણી પીવા આવે અને જે જગ્યા પર કુંડીઓ બનાવવામાં આવેલી છે અને તેમાં પાણી નથી ત્યાં સોલાર દ્વારા પવનચક્કીઓ દ્વારા અને ટેન્કરો દ્વારા ખાલી કુંડીઓમાં પાણી ભરવામાં આવે છે..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.