આયોજન:8000 જેટલા દિવંગત આત્માઓના અસ્થિફૂલોનું ગંગામાં વિસર્જન કરાશે

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢની સર્વોદય બ્લડ બેન્ક દ્વારા આયોજન કરાયું

જૂનાગઢની સર્વોદય બ્લડ બેન્ક દ્વારા 8,000 જેટલા મૃતાત્માઓના અસ્થિનું ગંગામાં વિસર્જન કરવામાં આવશે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના સોનાપુરી સ્મશાન ગૃહ ખાતે અસ્થિકુંભ રાખવામાં આવેલ છે. આ અસ્થિકુંભમાં 8000 જેટલા દિવંગત આત્માઓના અસ્થિફૂલો એકત્ર થયા છે.

દરમિયાન આ તમામ અસ્થિઓને 12 સપ્ટેમ્બરે હરિદ્વાર ખાતેની પવિત્ર ગંગાનદીમાં વિસર્જિત કરવામાં આવશેે.ગત વર્ષ 7 જુલાઈ 2021 થી ચાલુ વર્ષની તા.8 સપ્ટેમ્બર 2022 રાત્રી સુધીમાં એકત્ર થયેલ તમામ અસ્થિફૂલોને હરિદ્વાર ખાતે લઇ જવામાં આવશે. તા. 7 સપ્ટેમ્બર અને 8 સપ્ટેમ્બર આમ બે દિવસ આ અસ્થિફૂલોનું પૂજન, દર્શન પરિવારજનો કરી શકે તે માટે આ અસ્થિફૂલોના કુંભને આઝાદ ચોકમાં આવેલ રેડક્રોસ સોસાયટીની પાછળ સંવાદ કોમ્પલેક્ષના ભોંયતળીયે આવેલ સર્વોદય બ્લડ બેન્કના ઓટલે રાખવામાં આવશે.

આ બન્ને દિવસ અસ્થિપૂજન, દર્શન માટેનો સમય સવારના 10 થી રાત્રીના 10 સુધીનો રહશે. બાદમાં આ અસ્થિફૂલો લઇ ને તા. 9 સપ્ટેમ્બરના બ્લડ બેન્કની એમ્બ્યુલન્સ સવારે 11.00 કલાકે રવાના થશે. જે તા. 11 સપ્ટેમ્બરના રોજ હરિદ્વાર પહોંચશે અને તા. 12 સપ્ટેમ્બરના સવારે 10 કલાકે ગંગા ઘાટમાં વિસર્જીત કરાશે તેમ સર્વોદય બ્લડ બેન્ક(દવાફંડ)ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઇ મશરૂએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...