નિમણૂક:જૂનાગઢ જિલ્લાની 146 શાળાઓમાં 236 જેટલા પ્રવાસી શિક્ષકોને મંજૂરી આપવામાં આવી

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયમિત ભરતી ના થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પ્રવાસી શિક્ષકોની મંજૂરી માટે જૂનાગઢ, વિસાવદર અને કેશોદમાં કેમ્પ યોજવામાં આવેલ હતો. જેમાં જિલ્લાની 146 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 236 પ્રવાસી શિક્ષકોને મંજુરી આપવામાં આવી હતી.

સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત તા.21 થી 31 ડિસેમ્બર-2021 દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા તા.31ના જિલ્લાની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સરકારી જોગવાઇઓ મુજબ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં મંજુરી શિક્ષકોની જગ્યા નિયમિત રીતે ભરાય ત્યા સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવાની મંજુરી માટેના કોવિડ ગાઈડલાઈન મુજબ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાના જૂનાગઢ, વિસાવદર અને કેશોદ ખાતે કેમ્પો યોજવામાં આવેલ હતો. જેમાં જૂનાગઢ જિલ્લાની 103 માધ્યમિક શાળાઓમાં 146 પ્રવાસી શિક્ષકો અને 43 ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 89 પ્રવાસી શિક્ષકોની કેમ્પના સ્થળ પર જ મંજુરી આપવામાં આવી હતી. આ નિર્ણય વિદ્યાર્થીઓના ભણતરના હિત માટે લેવામાં આવેલ હતો.

અન્ય સમાચારો પણ છે...