પૂર્વ ધારાસભ્યનું રાજીનામું:કેશોદ બેઠક પર ભાજપે દેવાભાઈ માલમને રિપિટ કરતા અરવિંદ લાડાણી નારાજ, રાજીનામું આપી અપક્ષ તરીકે ઝંપલાવશે

જુનાગઢએક મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે કેશોદ વિધાનસભાની સીટ પર પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કેશોદ ભાજપમાં ગાબડું પડ્યું છે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કેશોદ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર દેવા માલમને ટિકિટ અપાતા વિવાદ સર્જાયો છે. અરવિંદ લાડાણીએ નારાજગી સાથે રાજીનામું આપું અને હવે અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન 560 કરોડના વિકાસના કામો કર્યા: અરવિંદ લાડાણી
આ બાબતે અરવિંદ લાડાણીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, કેશોદ વિધાનસભા સીટમાં ભારતીય જનતા પાર્ટીમાંથી પાર્ટી પાસે મે ટિકિટ માગી હતી. જોકે, અનિવાર્ય સંજોગોએ પાર્ટીએ જે નિર્ણય લીધો છે તે શિરોમાન્ય છે. વધુમા અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 1983થી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી છે. 2017 સુધી પાર્ટીએ ધારાસભ્યની ટિકિટ આપતા લોકો વચ્ચે રહી લોકોની સેવા કરી છે. ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન 560 કરોડના વિકાસના કામો કર્યા છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ મને આ વખતે ટિકિટ નથી આપી.
લોકોએ મને અપક્ષમાંથી ફોર્મ ભરવા આગ્રહ કર્યોઃ પૂર્વ ધારાસભ્ય
​​​​​​​
વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ હાલના ધારાસભ્ય અને ઉમેદવાર દેવાભાઈ માલમને ટિકિટ આપી છે તો તેમને કયા કામો કર્યા છે ? તે જનતા સારી રીતે જાણે છે. જ્યારે મે કરેલા વિકાસના કામો ફરી કેશોદ વિધાનસભાના મતવિસ્તારમાં લોકોને મળી રહે તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સર્વે સમાજના લોકોએ મને અપક્ષમાંથી ફોર્મ ભરવાનો આગ્રહ કર્યો હતો.
પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ભાજપપક્ષમાંથી રાજીનામું આપતા ભાજપના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. કેશોદ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમને ટિકિટ અપાતા વિવાદ સર્જાયો. હતો. બીજી તરફ સર્વ સમાજ સાથે બેઠક બાદ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડાવવા નિર્ણય કરાયો છે. જેને લઈ પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પક્ષની વિરૂદ્ધમાં જઈ અપક્ષ તરીકે ઉમેદવારી કરવા તા. 14 રોજ ફાર્મ ભરશે.

અન્ય સમાચારો પણ છે...