'આપ'ને ઝટકો:અરવિંદ કેજરીવાલ કાલે માંગરોળ આવ્યા ને આજે 'આપ'ના જિલ્લા મહામંત્રી અને કાર્યકતાઓ ભાજપમાં જોડાયા

જુનાગઢએક મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પોતાના ઉમેદવારોને જીતાડવા પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. જેના ભાગરુપે માંગરોળ ખાતે ગઈકાલે અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા, પરંતુ એક જ દિવસમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે.

આપની વિચારધારા શરુઆતમાં સમજવી અઘરીઃ શશીકાંત પરમાર
ભારતીય જનતા પાર્ટીમાં જોડાતાં આમ આદમી પાર્ટીના શશીકાંત પરમાર જિલ્લાના મહામંત્રીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની વિચારધારા શરૂઆતમાં સમજવી અઘરી હતી, પરંતુ જેમજેમ સમય જતા ખ્યાલ આવ્યો કે, ખેડૂતો કે સ્ત્રી સશક્તિકરણને લઈ આમ આદમી પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારની યોજના બનાવવામાં આવતી નથી અને માત્ર એટલું કહેવામાં આવે છે કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે, તો કામ થશે. જેને લઇ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ સાથે જોડાયો છું,

રાજકીય પક્ષોમાં ઘણી નવાજૂની થવાના એંધાણ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી અને કાર્યકતાઓ આજે ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા મહામંત્રીઓ અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા. હજુ તો જ્યારે વિધાનસભાના પ્રચાર પ્રસારની શરૂઆત થઈ છે, ત્યારે રાજકીય પક્ષોમાં ઘણી નવાજૂની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તો બીજી તરફ ભાજપ ,કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી દ્વારા વચનો અને વાયદાઓ કરી તમામ મતદારોને રીઝવવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...