જાહેરનામું:જનતાની મુશ્કેલી સાંભળવાના બદલે 144મી કલમ લાગુ ?

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપ પાર્ટીએ જાહેરનામા સામે તંત્રને કર્યા કેટલાક સવાલો

સરકારી કચેરીઓની 200 મિટરની ત્રિજયામાં ઉપવાસ, ધરણાં, સૂત્રોચ્ચાર કરવા, ચારથી વધુ લોકોને એકઠા થવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણીયાએ કલમ 144 હેઠળ 28 સપ્ટેમ્બરથી 60 દિવસ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે આ પ્રતિબંધ સામે આમ આદમી પાર્ટીએ કેટલાક સવાલો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, જનતાની મુશ્કેલી સાંભળવાના બદલે વિરોધથી બચવા સરકારી કચેરીઓમાં 144મી કલમ લાગુ કરવી કેટલી વ્યાજબી છે?

વળી, આવું જાહેરનામું જૂનાગઢ સિવાય અન્ય કેટલા જિલ્લા લાગુ કરાયું? 200મિટરનું અંતર ઓફિસથી ગણવું કે કચેરીથી? ઓફિસમાં રૂબરૂ આપેલા આવેદનો છત્તાં સમસ્યા ઉકેલાતી નથી તો 200 મિટર દૂરથી કોણ સાંભળશે? ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદોને ગામથી 200 મિટર દૂર રાખી પ્રચાર કરવા દેવો કે ગામમાં આવવા દેવા? વિજય રૂપાણી વખતે 100 મિટરની ત્રિજયા હતી. ભૂપેન્દ્ર પટેલ વખતે 200ની થઇ. હવે 2024માં કેટલી થશે ? આ જાહેરનામા સામે આમ આદમી પાર્ટી આંદોલન કરશેે.

અન્ય સમાચારો પણ છે...