તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:જૂનાગઢના શિક્ષકનું ક્રેડિટ કાર્ડ ચાલુ કરવાના બહાને OTP મેળવી ગઠિયાએ 82 હજારના 3 ફોન ખરીદી લીધા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય એક બનાવમાં કેશબેકના નામે 28 હજારની છેતરપિંડી

જૂનાગઢમાં રહેતા શિક્ષકને અજાણ્યા શખ્સે ફોન કરી ક્રેડીટ કાર્ડ ચાલુ કરવાના નામે ઓ.ટી.પી. મેળવી લઇ ક્રેડીટ કાર્ડમાંથી ત્રણ મોબાઇલ ફોન લઇ લીધા હતા. જ્યારે જૂનાગઢના યુવાનને ફોન-પેના કર્મચારી તરીકે ઓળખ આપી કેશબેકના નામે 28 હજારનો ધુંબો માર્યો હતો. આ બંન્ને મામલે સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ટીંબાવાડી બાયપાસ નજીક રામનગરમાં રહેતા અને મેંદરડા તાલુકાના ચિરોડામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઇ ચનાભાઇ સીંગરખીયા (ઉ.વ.50) ને ગત નવેમ્બર માસમાં ક્રેડીટ કાર્ડ માટે ફોન આવ્યો હતો. ત્યાર બાદ તા.25-11-2020 ના ફોન આવ્યો હતો અને ક્રેડીટ કાર્ડ ચાલુ કરાવવાના નામે શિક્ષક પાસેથી ઓ.ટી.પી. તેમજ અન્ય નંબર મેળવી લીધા હતા. બાદમાં તા.28-12-2020 ના રોજ તેમના બેંક ખાતામાંથી રૂ.82,318 ની કિંમતના ત્રણ મોંધા ફોન કોઇએ ઓનલાઇન ખરીદી લીધાનું જાણવા મળ્યું હતું. આ અંગે શિક્ષકે ફરિયાદ કરતાં રેન્જ સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં જૂનાગઢના લંધાવાડા વિસ્તારમાં રહેતા મુકુદલ શબ્બીર હુસેન રાનપુરવાલાને ફોન-પે કસ્ટમર કેરના કર્મચારી તરીકેની ઓળખ આપી કેશબેક આપવાના નામે ઓ.ટી.પી. મેળવી લઇ ખાતામાંતી કુલ રૂ.98786 રૂપિયા ઉપાડી લીધા હતા. બાદમાં એઝબેક ટેકનોલોજી તરફથી 70 હજાર પરત જમા થઇ ગયા હતા જયારે 28,786 પરત ન આપી ઓનલાઇન છેતરપિંડી થયાની મૂકબુલાએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...