કોંગ્રેસના ગઢમાં ગાબડુ:જૂનાગઢના માંગરોળના શીલ ગામે 200 જેટલા કોગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો

જુનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના શીલ ગામમાં જ ગાબડું પડ્યું

હાલ વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે. ત્યારે માંગરોળ પંથકમાં પણ નવી જૂનીના એંધાણ જોવા મળ્યા હતા. ચૂંટણી જીતવા અને પોતાના પક્ષને મજબૂત કરવા તમામ પક્ષો કમર કસી રહ્યા છે. ત્યારે માંગરોળના શીલ ગામના પુર્વ તાલુકા પંચાયત સદસ્ય તેમજ સરપંચ જયારે સરપંચો સહીત 200 જેટલા કોગ્રેશી કાર્યકરો આજે ભાજપનો ખેસ ધારણ કરાયો છે.

કોંગ્રેસમાં વિખવાદ ચરમશીમાએ
પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થીતિમાં ભાજપના ખેસ પહેરાવી આવનારી ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે તેવીપણ આશા વ્યક્ત કરાઇ છે.
ભાજપમાં જોડાયેલ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં વિખવાદ ચરમશીમાએ છે. જેમાં કાર્યકર્તાઓની કોઈપણ પ્રકારની નોંધ નથી લેવામાં આવતી કે નથી તો કોંગ્રેસમાં કોઈ નેતૃત્વ કરનાર વ્યક્તિ પોત પોતાની રીતના પોતાના વિચારોથી કામ કરે છે જેથી કરી લોકોના કામ થતા નથી અને ધાર્યું પરિણામ પણ મળતું નથી જેથી કંટાળી આ માંગરોળ પંથકમાં આજે 200થી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...