તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે જંગ:મધુરમમાં 118 બ્લોકનો એરિયા કન્ટેઇનમેન્ટ, જિલ્લા મેજીસ્ટ્રેટનું  જાહેરનામું અમલમાં

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વ્રજ વાટિકા, પ્રિયંકા પાર્ક - 2 માં તમામ પ્રકારની અવર જવર પર પ્રતિબંધ, 2600 લોકોની તપાસણી
 • જૂનાગઢ શહેરમાં કોરોનાનો 1 કેસ નોંધાતા દોડાધામ

મધુરમ વિસ્તારમાં મુંબઇથી આવેલા અેક યુવાનને કોરોના પોઝિટી આવતા જૂનાગઢ જિલ્લા વહિવટી અને આરોગ્ય તંત્રમાં દોડધામ વધી ગઇ છે. દરમિયાન જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારઘીએ નવું જાહેર નામું બહાર પાડયું છે. આ જાહેરનામામાં કન્ટેઇનમેન્ટ તેમજ બફર ઝોન એરીયા નક્કી કરવામાં આવ્યા છે. કન્ટેઇનમેન્ટ એરિયામાં તમામ પ્રકારની અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જ્યારે બફર ઝોનમાં સ્ક્રિનીંગ, સેમ્પલીંગ અને ટેસ્ટીંગની કામગીરી વધારી દેવામાં આવી છે. 
10 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ
જિલ્લામાં અત્યાર સુધીમાં 121 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ હતો, સોમવારે વધુ 10 સેમ્પલ લેવાતા 131 થયા હતા જેમાંથી 119 નો રિપોર્ટ નેગેટીવ આવતા 12 સેમ્પલ રહ્યા હતા. આ 12 માંથી 2 પોઝિટીવ આવતા હવે 10 નો રિપોર્ટ પેન્ડીંગ છે.
કુલ 119નાં રીપોર્ટ નેગેટિવ આવ્યા
સુરતથી આવેલા 10 તબલીગી જમાતના લોકોને ભવનાથ ક્વોરન્ટાઇન કરાયા હતા. જોકે, તમામનો રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા અપાઈ હતી.જ્યારે જૂનાગઢ સિટીના 14, ભેંસાણના 80, વિસાવદરના 10, મેંદરડાના 11 અને માંગરોળના 4 મળી કુલ 119ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
જૂનાગઢ શહેરનો આ વિસ્તાર બફર ઝોનમાં
વોર્ડ નંબર 13 મધુરમમાં કરાયેલા કન્ટેઇન્મેન્ટ ઝોન આસપાસના વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આાવેલ છે. અામાં સુદામા પાર્ક - 2, પ્રિયંકા પાર્ક- 1 અને 2, વેસ્ટર્ન પાર્ક, વ્રજ વાટિકા- 1 અને 2ના 525 બ્લોકના 2,600 લોકોનો સમાવેશ કરાયો છે. અહિં મનપાના આરોગ્ય તંત્ર દ્વારા સ્ક્રિનીંગ, સેમ્પલીંગ અને ટેસ્ટીંગની કામગીરી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો