તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓર્ડર:જિલ્લાના 981 પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરાયા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓર્ડર મંજૂર કરનાર અધિકારી, પદાધિકારીનું કરાયું સન્માન

જૂનાગઢ જિલ્લાના 981 શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવામાં આવ્યા છે.

આ અંગે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના ભરતભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણ સમિતીની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રાથમિક શાળાના 981 શિક્ષકોના 9-20-31ના ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરાયા છે. સમગ્ર રાજ્યમાં એકમાત્ર જૂનાગઢ જિલ્લો એવો છે કે જ્યાં એકીસાથે 981 શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણના આદેશ એકીસાથે થયા હોય. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, દિનેશભાઇ ખટારીયા, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી આર. જી. જેઠવા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...