તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:23,32,60,449ના વિકાસ કામોને મંજૂરી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી
  • હાઉસ ટેક્ષ ભરવામાં 2 માસની મુદ્દત વધારાઇ, 31 ઓગસ્ટ સુધી 10 થી 12 ટકાનું વળતર
  • ચોમાસામાં રસ્તાનું ધોવાણ થાય તો વોર્ડમાં ક્વોરી સ્પોઇલ પાથરવા માટે કુલ 23 લાખ રૂપિયા મંજૂર કરાયા

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 23,32,60,449 રૂપિયાના વિકાસ કામોને લીલીઝંડી અપાઇ હતી. ખાસ કરીને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, 15મું નાણાંપંચ(બન્ને હપ્તા ટાઇડ/અનટાઇડ ગ્રાન્ટ), વ્યવસાય વેરાની ગ્રાન્ટ તેમજ જમીન મહેસુલ બીનખેતી આકાર અને ઇરીગેશન લોકલ ફંડ સેસ ગ્રાન્ટ મળી કુલ 23.32 કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે.

આ ઉપરાંત કોરોના મહામારીના કારણે થયેલા આંશિક લોક ડાઉનના કારણે લોકોને હાઉસ ટેક્ષ ભરવામાં વિલંબ થયો હતો. ત્યારે હવે હાઉસ ટેક્ષ ભરવાની મુદ્દતમાં વધુ 2 માસનો વધારો કરી દેવાયો છે. પરિણામે હવે 30 જૂનના બદલે 31 ઓગસ્ટ સુધી હાઉસ ટેક્ષ ભરપાઇ કરી શકાશે. જેમાં ઓફલાઇનમાં 10 ટકા અને ઓનલાઇન ભરપાઇમાં વધુ 2 ટકા મળી કુલ 12 ટકાનું વળતર 31 ઓગસ્ટ 2021 સુધી મેળવી શકાશે.

જ્યારે ચોમાસાની ઋતુમાં રસ્તા ખરાબ થાય તો ક્વોરીસ્પોઇલ નાંખી દુરસ્ત કરવા માટે પણ ગ્રાન્ટ ફાળવાઇ છે. આમાં અંદરના વોર્ડ વિસ્તારોમાં 1 લાખની મર્યાદામાં અને બહારના ભળેલા વિસ્તારો માટે 2 લાખ મળી કુલ 23 લાખનું આગોતરૂં આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢ શહેરમાં વિકાસની આ કામગીરી કરાશે
1 થી 15 વોર્ડમાં રોડ, રસ્તા, ગટર, પાણીના કામો માટે 17.60 લાખ, જોષીપરા અન્ડરબ્રિઝ માટે 33 લાખ, ફાયર સ્ટેશનની કામગીરી માટે 49 લાખ, સોનાપુરી સ્મશાનમાં શેડ માટે 13 લાખ, વોર્ડ નંબર 13 મધુરમમાં પાણીની લાઇન માટે 90 લાખ, વોર્ડ નંબર 1, 2 અને 3માં ઉંચી ટાંકીઓને જોડતી પાઇપ લાઇન માટે 45 લાખ, નવા ભળેલા વિસ્તારોમાં પાણીની લાઇનના કનેકશનો માટે 40 લાખ, હસ્નાપુર ડેમ બીપીટી અને પાઇપ લાઇન જોડાણ માટે 10 લાખ, શહેરમાં નવા શૌચાલય બનાવવા અને જૂના રિપેર કરવા 39, લાખ, ટીંબાવાડી સીએચસી સેન્ટર તૈયાર કરવા ફર્નિચર, ઇલેકટ્રીક, સિવીલ વર્ક, ફાયર સેફ્ટી વર્ક માટે 1,33,00,000, વોર્ડ નંબર 1, 2, 4, 5, 6, 7, 8 અને 13માં સ્ટ્રીટ લાઇટની કામગીરી માટે 1,12,00,000, સોનાપુરી ખાતે શેડ બનાવવા 5 લાખ મળી કુલ 23.32 કરોડના વિકાસ કામોને સ્થાયી સમિતીએ મંજૂરી આપી હતી.

આંગણવાડીના અંદાજ પત્રને મંજૂરી આપવા દરખાસ્ત
રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીની જવાબદારી મનપાને સોંપાઇ છે. ત્યારે આઇસીડીએસ વિભાગની કામગીરી યોગ્ય રીતે ચાલે તે માટે અંદાજપત્ર બનાવવાની દરખાસ્તને મંજૂરી અપાઇ છે. તમામ બાગ બગીચાની માવજત માટે કુલ 22 માળી, સફાઇ કર્મી, મજૂરો આઉટ સોર્સિંગથી રોકવા મંજૂરી અપાઇ છે.

​​​​​​​ફિક્સ 57 કર્મીઓની મુદ્દત આગામી 6 માસ માટે વધારાઇ છે. પ્લાસ્ટિક વીણતા ભાઇ બહેનો એકઠું થયેલું પ્લાસ્ટિક મનપાના નક્કી કરેલા કલેકશન સેન્ટરોને આપશે તો કિલો દિઠ 3 રૂપિયા ચૂકવવા ફોર્મ તૈયાર કરવાની દરખાસ્તને પણ મંજૂરી અપાઇ છે.

ડિવાઇડર, ફાઇબરની બેન્ચો, ડામર રોડ કરાશે
જૂનાગઢ શહેરનાં વૈભવ ચોકથી કાળવાચોક અને વિવેકાનંદ સ્ટેચ્યુ સુધી, સર્કિટ હાઉસ ટુ બિલખા રોડમાં ડિવાઇડર માટે 1,00,13,286, વોર્ડ નંબર 9માં ગટર બનાવવા માટે 1,88,570, ગટર રિપેર માટે 12,814, સીએમ પાર્ક ગાર્ડન, સરદાર ચોક સર્કલ, મોતીબાગ સર્કલ, ઝાંસની રાણી સર્કલ, રાણાવાવ ચોક સુધારણા, સ્વામિનારાયણ મંદિર રોડની સાઇડોમાં પેવીંગ બ્લોક ફિટ કરવા, નરસિંહ મહેતા ચોક, ગિરનાર દરવાજા અને શહિદ પાર્ક સુધારણા માટે 55,45,837, વોર્ડ નંબર 10માં ફાઇબર બેઝ બેન્ચીઝ ફિટ કરવા 9,99,990, મેઘાણી નગરમાં રોડ બનાવવા 6,32,060, વોર્ડ નંબર 10માં વિકાસ કાર્યો માટે 16,59,014, શહેરની ગટર જૂનવાણી હોય ફ્રેમ કવર કરવા, ચેમ્બર બનાવવા અને રિપેર કરવા 2,95,910, વોર્ડ નંબર 15માં પુર સરંક્ષણ દિવાલ,સ્નાનાગૃહ બનાવવા 2,91,424, પેવીંગ બ્લોકની કામગીરી માટે 5,86,686 મંજૂર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...