આ તે કેવો ન્યાય?:ગિરનાર પરિક્રમા માટે દિવાળીએ પરમિશન ના આપી 'ને હવે એક દિવસ માટે જૈનોના સમૂહને રાજકીય વગથી મંજૂરી

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દેવ ઊઠી એકાદશી દરમિયાન યોજાતી ગીરનાર પરિક્રમામાં અનેક પ્રકારના નિયંત્રણો તંત્ર દ્વારા મૂકવામાં આવ્યા. બીજી તરફ જૈનોના એક સમુહને ગાંધીનગરથી ગીરનારની પરિક્રમા માટે મંજૂરી સામે જૂનાગઢમાંથી વિરોધ ઉઠી રહ્યો છે.

ગીરનાર પરિક્રમા વખતે આ વખતે તંત્રએ કોરોના ગાઈડલાઈનના નામે એટલા બધા નિયંત્રણ લાદી દીધા હતા કે, લાખ્ખો ભાવિકોએ આ વખતે ગીરનાર પરિક્રમા કરવાનું જ માંડી વાળ્યું હતું. આ વાતને હજુ બે મહિના વિત્યા છે ત્યાં જૈનોના એક સમુહને ગાંધીનગરથી ગીરનાર પરિક્રમાની મંજૂરી અપાઈ છે.

આ અંગે વનવિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા ચારેક વર્ષથી આ સમયગાળામાં એક ચોક્કસ દિવસે ધાર્મિક પરંપરાના અનુસંધાને ગાંધીનગરથી જ ગીરનાર પરિક્રમા માટે મંજૂરી આપાય છે. જે માટે તેમની પાસેથી વ્યક્તિ દીઠ ચાર્જ લઈ જે વ્યક્તિ તેમાં સામેલ થનાર હોય તેનું લિસ્ટ આપીને મંજૂરી મેળવવામાં આવે છે.

આ સામે ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરિયાએ જણાવ્યું છે કે, અમે દર અગીયારસે ગીરનાર પરિક્રમા માટે મંજૂરી માંગી તો અમને નહોતી મળી. ત્યારે રાજકીય વગ હોય તો મંજૂરી મળી જાય છે. સરકારે બધા સાથે ન્યાયપૂર્વક વર્તવું જોઈએ. ગીરનાર અભયારણ્ય દૂર કરવું જોઈએ જેથી તમામ લોકો ગીરનારની આધ્યાત્મિક પરિક્રમા આસાનીથી કરી શકે. અને આ માટે સરકાર સમક્ષ પત્ર અભિયાન શરૂ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...