તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ કાર્ય:જૂનાગઢના મજવેડી ગામે 50 લાખના ખર્ચે પાણીની માળખાકીય સુવિઘા વઘારવાના કામોને મંજૂરી

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાસ્મો દ્વારા ભૂગર્ભ સંપ, પાઈપપાઈપ લાઈનના કામ કરાશે

જૂનાગઢ તાલુકાના મજવેડી ગામે પાણીની માળખાકીય સુવિઘા વઘારવાના કામો કરાવવા માટે રૂ.49.95 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી ભૂગર્ભ સમ્પ, પાઇપલાઇન, પંમ્પીંગ મશીનરી, ઘર કનેક્શન, પાવર કનેકશન સહિતના કામો કરવા માટે ટેન્ડર ચાર્જ કરવામાં આવશે.

જૂનાગઢના મજેવડી ગામમાં 5,901 લોકોની વસ્તી વસવાટ કરી રહી છે. ત્યારે આ ગામમાં પાણીની સુવિઘા વઘારવા માટે અંદાજીત રૂ.49.95 લાખના આયોજન કરાયેલ વિકાસ કામો મંજુર કરાયા છે. જેમાં એક અને ત્રણ લાખ લીટરના બે ભૂગર્ભ સમ્પ, રાઇઝીંગ મેઇન પાઇપલાઇન(પીવીસી), બોર-8 થી સુ.સમ્પ પ્લોટ વિસ્તાર, બોર-1 થી સુ.સમ્પ નદી કાંઠા સુઘી, બોર-2 થી સુ.સમ્પ-નદી કાંઠે, વિતરણ પી.વી.સી. પાઇપલાઇન, બોર-8 માટે પમ્પીંગ મશીનરી, એચ.પી.-10, પ્‍લોટ વિસ્‍તાર માટે પમ્પીંગ મશીનરી, એક સરખા પ્રેસર માટેની ટી સિસ્ટમ (નંગ-118), પંપ હાઉસ, પાવર કનેક્શન, ઘરે ઘરે નળ કનેકશન, વોલ પેન્ટીંગ, ટેન્ડર ચાર્જ સહિતના વિકાસના કામો આગામી દિવસોમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો