આવેદન:મનપામાં આરોગ્ય કર્મીઓની ભરતી કરવાની માંગ સાથે આવેદન

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1,100 પોસ્ટકાર્ડ લખ્યા છત્તાં ભરતીના નામે માત્ર આશ્વાસન જ

જૂનાગઢ મહાનગરપાલિકામાં આરોગ્ય કર્મીઓની ભરતી કરવાની માંગ સાથે આવેદન અપાયું છે. આ અંગે સેનેટરી ઇન્સ્પેકટર બેરોજગાર સમિતીના નેજા હેઠળ મેયર ધીરૂભાઇ ગોહેલને તેમજ ડીડીઓને આવેદન અપાયું છે. આવેદનમાં જણાવાયું છે કે,રાજ્યના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર(એમપીએચડબલ્યુ)ની 2,239, ફિમેલ હેલ્થ વર્કરની 4,137, મુખ્ય સેવિકાની 1,100 મળી 7,516 તેમજ લેબ ટેક્નિશ્યન અને ફાર્માસિસ્ટની અઢળક જગ્યા ખાલી છે.

બાદમાં ભરતી કરવા માટે 1,100 પોસ્ટકાર્ડ લખાયા છે, ટ્વિટર, ઇમેલ દ્વારા તેમજ અવાર નવાર તાલુકા, જિલ્લા તેમજ ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત પણ કરાઇ છે. તેમ છત્તાં ભરતી કરાતી નથી અને માત્ર ઠાલા આશ્વાસનો જ અપાય છેે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ આરોગ્ય કર્મીઓની ભરતી કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...