તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગીર ગઢડાના જશાધાર રેન્જમાં 75 લાખની 3 આંધળી ચાકળ સાથે ઝડપાયેલા બે શખ્સની જામીન અરજી સેસન્સ કોર્ટે ના મંજૂર કરી

ગીર સોમનાથ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગીર ગઢડામાં આંધળી ચાકળ સાથે ઝડપાયેલા બે શખ્સના જામીન ના મંજૂર કરવામાં આવી (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ગીર ગઢડામાં આંધળી ચાકળ સાથે ઝડપાયેલા બે શખ્સના જામીન ના મંજૂર કરવામાં આવી (ફાઈલ તસવીર)
  • ફોરેસ્ટ વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો

ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા હેઠળ આવતા જશાધાર રેન્જમાંથી વન વિભાગે આંધળી ચાંકળ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીઓએ જામીન મેળવવા સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકારી વકીલની દલિલોના આધારે બન્નેની જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

વન વિભાગે 3 આંધળી ચાકળ કિંમત 75 લાખની સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા
આ અંગે સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, જશાધાર રેન્જમાંથી વન વિભાગના RFO જે.જી.પંડયા સહિતના સ્ટાફે આંધળી ચાંકળ (બે મોઢા વાળા સાપ) નંગ 3 કિંમત રૂ.75 લાખની સાથે જગદીશ મનુભાઇ વાડોદરીયા તથા મનસુખ દેવસીભાઇ સુવાગીયાને ઝડપી લીધા હતા. આ બન્ને શખ્સો સામે ફોરેસ્ટ વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીના રિમાન્ડ મેળવતા વધુ છ શખ્સોના નામો ખુલ્યા હતા.

વકીલે અંધશ્રદ્ધાથી પ્રેરાય તાંત્રિક હેતુ માટે બંને શખ્સો આંધળી ચાકળ વેચતા હોવાની દલિલો કરી હતી
જગદીશતથા મનસુખના રિમાન્ડ પૂર્ણ થતા પ્રથમ ગીરગઢડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં જામીન અરજી ના મંજૂર થતા સેસન્સ કોર્ટ કોડીનારમાં જજ સંજયકુમાર લવજીભાઇ ઠક્કર સમક્ષ જામીન અરજી અંગે દલિલો થઈ હતી. જેમાં સરકારી વકીલ કેતનસિંહ વાળા દ્વારા આર્થિક ઉપાજનની લાલચમાં ફસાયને ગીર અભ્યારણની આસપાસ વસતા લોકો પશુ પક્ષીઓની તસ્કરી કરી અંધશ્રદ્ધાથી પ્રેરાયને તાંત્રિક હેતુ માટે વેચતા હોવાની દલિલો કરી હતી. જેને ધ્યાને લઇ જજ દ્વારા આ બન્ને શખ્સની જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો