સ્વચ્છતા અભિયાન:મનપા કચેરીની સફાઇનું નિરીક્ષણ અરજદારો એ કર્યું, આધિકારીઓ, કર્મીઓએ કચેરીની સફાઇ કરી હતી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢજૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં ઠેર-ઠેર સફાઇનાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે. પહેલા ઘરથી સફાઇનાં સુત્રને સાર્થક કરવા માટે મહાનગર પાલીકાનાં શાખા અધિકારીઓ અને કર્મચારીઓએ કચેરીની સફાઇ કરી હતી. કચેરીમાં કરવામાં આવેલી સફાઇ યોગ્ય થઇ કે નહી ? તેની કમિટી બનાવવામાં આવી છે. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી, નાયબ માહિતી નિયામક અર્જૂનભાઇ પરમાર, 3 અરજદારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કમિટીએ આજે સફાઇ અંગે તટસ્થ નિરીક્ષણ કર્યું હતું.

રસ્તા સહિતનાં વિવિધ કામનું પણ આવી રીતે નિરીક્ષણ કરો
સફાઇને લઇ અન્ય વિભાગનાં અધિકારીઓ અને અરજદારો પાસે નિરીક્ષણ કરાવ્યું છે,તેવી જ રીતે શહેરમાં બનતા રસ્તા સહિતનાં વિવિધ કામનું પણ લોકો પાસે નિરીક્ષણ કરાવવું જોઇએ તેવી ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...