હુકુમ:ઉપરકોટમાંથી એન્ટિક વસ્તુ ચોરનારને જામીન ન મળ્યા

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસો પહેલાં કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીએ ફરીયાદ કરી 'તી

જૂનાગઢના ઉપરકોટમાંથી એન્ટીક વસ્તુઓની ચોરી સબબ ઉપરકોટ રોડ પર રહેતા કિરીટભાઇ કાંતભાઇ માણસુરિયા (ઉ. 24) સામે ગુનો નોંધાયો હતો. હાલ તે જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે છે. તેણે જામીન અરજી કરી હતી. જેમાં જિલ્લા સરકારી વકીલ એન. કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, આરોપી પાસેથી ચોરાયેલો મુદ્દામાલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. અને તેનો ભૂતકાળ પણ ગુનાઇત છે. આથી ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રોહન કે. ચુડાવાલાએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...