છાપરે ચડ્યો સિંહ:વરસાદી માહોલ વચ્ચે ગીર સોમનાથના જંગલ બોર્ડર વિસ્તારમાં સિંહના આંટાફેરા, બે વીડિયો વાઈરલ

જુનાગઢ3 મહિનો પહેલા
  • જંગલના રાજાના ઠાઠમાઠ જોવા લોકો ઉમટી પડ્યા

ગીર જંગલ વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે જંગલના રાજા એવા ડાલમથ્થા સિંહના ઠાઠમાઠના બે જુદા જુદા સ્થળના વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ સામે આવ્યા છે. જેમાં એકમાં સિંહ વરસાદી માહોલમાં એક ખેડૂતના મકાનની છત ઉપર બેસી આરામ ફરમાવી રહ્યો છે. તો બીજામાં પશુનું મારણ કરી મિજબાની માણી ભૂખ સંતોષી રહેલ જોવા મળી રહ્યો છે. હાલ આ બંન્ને જુદી જુદી ઘટના ગીર જંગલની આસપાસ આવેલા ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના હોવાનું જાણવા મળી રહેલ છે.

સિંહના બે જુદા જુદા નજારા નિહાળી લોકો અભિભુત થયા
છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ અને ગીર જંગલ વિસ્તારમાં વરસી રહેલ સતત વરસાદના પગલે પ્રકૃતિસોળે કળાએ ખીલી ઉઠતા વન્યપ્રાણીઓની ચહલ પહલ જોવા મળી રહી છે. એવા સમયે જિલ્લામાં જંગલ બોર્ડર પરના બે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જંગલના રાજા એવા ડાલમથ્થા સિંહના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ સામે આવ્યા છે. આ બંન્ને વીડિયોમાં સિંહના દ્રશ્યો નિહાળી લોકો અભિભુત થયા છે.

સિંહના ઠાઠમાઠ જોવા લોકો ઉમટયા
જેમાં એક વિડીયોમાં ઝરમર વરસાદ વચ્ચે વાડી વિસ્તારના કોઈ મકાનની પતરાની છત પર સિંહ ઠાઠમાઠથી આરામ ફરમાવતો જોવા મળે છે. કહેવાય છે કે "સિંહ ને સિંહાસનની જરૂર નથી પડતી અને સિંહ જ્યાં બેસે ત્યાં જ સિંહાસન બની જાય છે." આ પંખતીને સાર્થક થતી ગીર જંગલ નજીક આવેલા કોડીનાર તાલુકાના આલીદર ગામમાં જોવા મળી છે. જેમાં વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા સિંહ વફી વિસ્તારમાં આવેલ ખેડુત કૌશિકભાઈના મકાન ઉપર આરામ ફરમાવતો જોવા મળતા ગ્રામજનો અચમભીત થઈ ગયા હતા. મકાનની છતને સિંહાસન બનાવ્યુ હોય તેમ આરામદાયક મુદ્રામાં બેસેલ સિંહને નિહાળવા ગ્રામજનો ઉમટી અદભુત દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા.

વરસતા વરસાદમાં ભૂખ સંતોષી
જ્યારે બીજા વિડીયો તાલાલા ગીરના જંગલ નજીક આવેલા બોર્ડર વિસ્તારનો હોવાનું મનાઈ રહ્યુ છે. જેમાં ગીર જંગલમાં વ્યાપક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શિકારની શોધમાં ફરી રહેલ સિંહ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળેલ છે. તેવી જ રીતે એક સિંહ વરસતા વરસાદમાં ખીલેલી લીલોતરી વચ્ચે પશુનું મારણ કરી મિજબાની માણતો જોવા મળે છે. વિડીયોમાં દેખાતું સ્થળ જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારનું હોવાનું જાણકારો અનુમાન લગાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...