મેઘમહેર:સોરઠ પંથકમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ, મેંદરડા ગૌશાળા પર વિજળી પડી

જૂનાગઢ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધામળેજ, પ્રાંચી, માળિયા સહિતના પંથકમાં 1 ઈંચ સુધી વરસ્યો

સોરઠ પંથકમાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો. કોઈ જગ્યાએ ઝાપટાં તો કોઈ જગ્યાએ સારો વરસાદ પડ્યો હતો.

મેંદરડા : મેેંદરડામાં ગુરૂવારે રાત્રીના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અને ગોપાલ કૃષ્ણ ગૌશાળા પર વિજળી પડી હતી. અને દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે 85 ગાયોનો બચાવ થયો હતો. સરપંચ શરદભાઈ ટીલવા, ઉપસરપંચ ક્રાંતિભાઈ ટીવલા, નરેન્દ્રભાઈ ગોસ્વામી દ્વારા અરજી આપી વળતરની માંગ કરાઈ હતી.

ધામળેજ : ધામળેજમાં પણ મેઘરાજા ધીમીધારે વરસ્યા હતા. જેથી મોલાતને ફાયદો થયો હતો. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત ચોરવાડ પંથકમાં પણ સારો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાંચી : સુત્રાપાડા પ્રાંચી, ઘંટીયા, ટીંબડી, આલીધ્રા, ટોબરા, ખાંભા, કુંભારીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો અને ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા.
માળ‌િયા : માળિયામાં પણ 15 દિવસના વિરામ બાદ મેઘરાજાનંુ આગમન થયું હતુ અને બપોર સુધીમાં 30 એમએમ વરસાદ પડ્યો હતો. મોસમનો કુલ 765 મીમી વરસાદ નોંધાયો છે.

તાલાલા પંથકમાં મેઘમહેર, 2 ઈંચ વરસાદ
તાલાલા : તાલાલા શહેર ઉપરાંત માધુપુર ગીર, આંકોલવાડી ગીર સહિત મોટાભાગના ગામોમાં 1 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. અને પંથકમાં બીજા દિવસે પણ ભારે વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. આ ઉપરાંત મેંદરડા મધુવંતી ડેમમાં પણ નવા નીરની આવક થઈ હતી.અને ઓવરફ્લો થતા ભાજપના કાર્યકરોએ શ્રીફળ વધેરી, ફુલ પધરાવી વધામણા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...