તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:જૂનાગઢ જિલ્લામાં ફરી એક કન્ટેનમેન્ટ ઝોન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જન્માષ્ટમીનાં તહેવારમાં એક પણ કોરોનાનાં કેસ નહીં

જૂનાગઢમાં કોરોનાનાં કેસ સામે ન આવતા જિલ્લો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત થયો હતો. પરંતુ ફરી જિલ્લામાં એક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જોકે જન્માષ્ટમીનાં તહેરવારમાં એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો ન હતો.

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં કેસ આવતા બંધ થઇ ગયા છે. કોરોનાનાં કેસ ન આવતા જૂનાગઢ જિલ્લામાંથી કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ ઘટી ગઇ હતી. જિલ્લો કન્ટેનમેન્ટ ઝોન મુક્ત થઇ ગયો હતો. પરંતુ છેલ્લા બે દિવસ પહેલા જૂનાગઢ જિલ્લામાં એક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઝોનમાં માત્ર બે ઘર છે અને 7 લોકોની વસતી છે. આ ઉપરાંત જિલ્લામાં ધન્વંતરી રથ અને સર્વેલન્સ ટીમ દ્વારા આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 509 લોકોને તપાસવામાં આવ્યાં હતાં. જિલ્લામાં 20 રથ અને 20 ટીમ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...