તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ કબ્જે:રૂપિયા 25,000 ભરેલા થેલાની લૂંટ કરનાર બીજો આરોપી ઝડપાયો

જૂનાગઢ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • રોકડ, મોબાઇલ મળી 17,000નો મુદ્દામાલ કબ્જે

શહેરના એમજી રોડ પરની કાપડની દુકાનમાં કામ કરતા ધીરૂભાઇ મોરારજીભાઇ પીઠવા આંગડીયામાંથી 25,000 રૂપિયા લઇ થેલામાં રાખીને જઇ રહ્યા હતા. ત્યારે જૂની સિવીલ હોસ્પિટલ પાસે મોટર સાઇકલ પર આવેલા 2 શખ્સો 25,000 ભરેલા થેલાની લુંટ કરી નાસી ગયા હતા. બનાવની જાણ થતા એક આરોપી એજાજ ગફારભાઇ ભટ્ટીને પોલીસે તુરત મોટર સાઇકલ સાથે ઝડપી લીધો હતો.

દરમિયાન રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બીજા આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. એ ડિવીઝન પીઆઇ આર.બી. સોલંકી, ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ એ. કે. પરમાર, ટેક્નિકલ સેલના પીએસઆઇ ડી. એમ. જલુ અને સ્ટાફે ફરાર બીજા આરોપી હસન ઉર્ફે ઠુંઠો બુધાભાઇ ગામેતીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો